આતિશી ૨૧ સપ્ટેમ્બરે દિલ્હીના મુખ્યમંત્રી પદના શપથ લઈ શકે છે!
આમ આદમી પાર્ટીના નેતા આતિશી ૨૧ સપ્ટેમ્બરે દિલ્હીના મુખ્યમંત્રી તરીકે શપથ લઈ શકે છે. સૂત્રોનું કહેવું છે કે ઉપરાજ્યપાલે આ સંબંધમાં રાષ્ટ્રપતિ અને કેન્દ્રીય ગૃહ મંત્રાલયને ભલામણ મોકલી છે. તમને જણાવી દઈએ કે બુધવારે અરવિંદ કેજરીવાલે સીએમ પદ પરથી રાજીનામું આપી દીધું છે, જાે કે કેજરીવાલે મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ માટે કોઈ તારીખ સૂચવી નથી. દરમિયાન, કેજરીવાલના રાજીનામા પછી, આમ આદમી પાર્ટીના ધારાસભ્યોએ આતિશીને વિધાનસભ્ય દળના નેતા તરીકે ચૂંટ્યા છે અને આતિશીએ લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાને પત્ર લખીને તેમને શપથ લેવડાવવા વિનંતી કરી હતી.
તમને જણાવી દઈએ કે દારૂ નીતિ કેસમાં જેલમાંથી જામીન પર છૂટ્યા બાદ અરવિંદ કેજરીવાલે સીએમ પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. તેમણે અને તેમના કેબિનેટ સભ્યોએ ૧૭ સપ્ટેમ્બરના રોજ લેફ્ટનન્ટ ગવર્નર મારફતે રાષ્ટ્રપતિને રાજીનામું મોકલ્યું હતું. કેજરીવાલના રાજીનામા બાદ આમ આદમી પાર્ટીની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આતિષીને વિધાયક દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. આમ આદમી પાર્ટીના દિલ્હી એકમના પ્રમુખ ગોપાલ રાયે લેફ્ટનન્ટ ગવર્નરને પત્ર લખીને આતિશીની ધારાસભ્ય દળના નેતા તરીકેની ચૂંટણી અંગે માહિતી આપી હતી. જે બાદ આતિશીએ લેફ્ટનન્ટ ગવર્નરને પત્ર પણ લખ્યો હતો. તે પત્રમાં આતિશીએ લેફ્ટનન્ટ ગવર્નરને જાણ કરી છે કે તેમને આમ આદમી પાર્ટી વિધાનસભ્ય પાર્ટીના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. તેમણે ઉપરાજ્યપાલને વિનંતી કરી કે તેઓ તેમને મુખ્યમંત્રી તરીકેના શપથ લેવડાવવાની તારીખ નક્કી કરે.
સૂત્રોનું કહેવું છે કે આતિષીની વિનંતી બાદ લેફ્ટનન્ટ ગવર્નરે રાષ્ટ્રપતિ અને કેન્દ્રીય ગૃહમંત્રીને પત્ર લખ્યો છે. આ પત્રમાં આતિશીને ૨૧ સપ્ટેમ્બરે મુખ્યમંત્રી પદના શપથ લેવાની વિનંતી કરવામાં આવી છે. દરમિયાન, દિલ્હી પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, દિલ્હી પોલીસ આતિશીને ‘ઢ’ શ્રેણીની સુરક્ષા આપી શકે છે. ટોચના પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, પોલીસ આઉટગોઇંગ મુખ્યમંત્રી કેજરીવાલની સુરક્ષાની પણ સમીક્ષા કરશે, કારણ કે તેમણે રાજીનામું આપ્યું છે. હાલમાં કેજરીવાલ પાસે ‘ઝેડ-પ્લસ’ સુરક્ષા છે, જે અંતર્ગત એક શિફ્ટમાં એક સુરક્ષા કર્મચારીને લગભગ ૪૦ સુરક્ષા કર્મચારીઓ આપવામાં આવે છે. આતિશી અંગે અધિકારીએ કહ્યું કે પ્રોટોકોલ મુજબ દિલ્હીના મુખ્યમંત્રીને ‘ઢ’ શ્રેણીની સુરક્ષા આપવામાં આવે છે. દિલ્હી પોલીસ ‘ઢ’ શ્રેણીની સુરક્ષા ધરાવતી વ્યક્તિની સુરક્ષા માટે એક શિફ્ટમાં લગભગ ૨૨ સુરક્ષા કર્મચારીઓને તૈનાત કરે છે.
Recent Comments