અમરેલી

‘આત્મા ગામની અને સુવિધા શહેરની’ મૂળમંત્ર સાથે વિકાસના પથ પર આગળ ચાલતી અમરેલી વિધાનસભા

અમરેલી – અમરેલી-વડિયા-કુંકાવાવ વિધાનસભાના યુવા અને ઉ્રર્જાવાન ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના
નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે અમરેલી તાલુકાના સાજિયાવદર અને ચાંદગઢને આશરે રૂ. ૩૫ લાખના
વિકાસકાર્યોની ભેટ મળી છે. ‘આત્મા ગામડાનો પણ શહેરી આધુનિક સુવિધા’ ના મંત્ર સાથે અમરેલી વિધાનસભા
મતવિસ્તારમાં વિકાસના કર્તવ્યપથ પર આગળ વધી રહેલા લોકલાડીલા નેતાશ્રી કૌશિકભાઈના વતન દેવરાજીયા જેવી
સુવિધાઓ ગામે ગામ વિકાસવવા માટે રાજ્ય સરકારની યોજનાઓ અને જનભાગીદારી સાથે વિકાસકાર્યો કરવામાં આવી
રહ્યા છે.
આ પંથ પર આગળ વધતા સાજિયાવદર ખાતે પ્રાગજીભાઈ મોહનભાઇ કરસાળીયા તેમજ સમસ્ત સાજિયાવદર
ગામ અને સાજિયાવદર ગ્રામપંચાયત ના સહયોગથી નવનિર્માણ પામેલ પ્રવેશ દ્વાર, પક્ષીઘર તેમજ સેલ્ફીપોઈન્ટનું
લોકાર્પણ કરવામાં આવ્યું હતું. દેવરાજિયા જેવા સ્માર્ટ વિલેજ અમરેલી વિધાનસભા મતવિસ્તારમાં નિર્માણ પામે તે માટે
અનુભવ અને આયોજનના બેવડા પરીબળને જોડી અને વિકાસ કરવાનો સંકલ્પ છે.
જ્યારે અમરેલી તાલુકાના ચાંદગઢ ખાતે નવનિર્મિત ગ્રામપંચાયત ભવન તેમજ અદ્યતન બસસ્ટૅન્ડ નું લોકાર્પણ
અને પાણીના અવેડા, ગ્રામ પંચાયત ભવનની ફરતે કમ્પાઉન્ડ વોલ વગેરે વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
ગ્રામ્ય પંથકમાં ઉનાળા વિસ્તારમાં પાણીના અવેડા દ્વારા પશુ ધનને પીવાનું પૂરતું પાણી મળે તે માટે વિશેષ તકેદારી
રાખવામાં આવી રહી છે.
અંદાજિત રૂ. ૩૫ લાખથી વધુના વિકાસકાર્યો દ્વારા સાજિયાવદર અને ચાંદગઢ વિકાસના માર્ગે આગળ વધ્યા
છે. સાજિયાવદર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાળા, શ્રી જે વી કાકડિયા તેમજ શ્રી
શાંતીપ્રસાદ સ્વામી, શ્રી જગતસ્વરૂપ સ્વામી, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અતુલભાઈ કાનાણી, દાતા શ્રી પ્રાગજીભાઈ
કરસાળીયા, સરપંચ શ્રી હરેશભાઇ ધાધલ સહીતના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા. જ્યારે ચાંદગઢ ખાતે ગામના
સરપંચશ્રી સંગઠનના હોદ્દેદારો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts