બોલિવૂડ સિંગર તથા હોસ્ટ આદિત્ય નારાયણે પહેલી ડિસેમ્બરની સાંજે મુંબઈના જુહૂ સ્થિત ઈસ્કોન મંદિરમાં લગ્ન કર્યાં હતાં. આદિત્યના પિતા ઉદિતનો પહેલી ડિસેમ્બરના રોજ ૬૫મો જન્મદિવસ હતો. આદિત્યે પિતાના જન્મદિવસ પર જ લગ્ન કર્યાં. આદિત્ય તથા શ્વેતા અગ્રવાલે મંદિરમાં માત્ર ૫૦ મહેમાનોની હાજરીમાં લગ્ન કર્યાં હતાં. આદિત્યે પોતાની જાનમાં પેરેન્ટ્સ સાથે ડાન્સ કર્યો હતો. આદિત્ય અને શ્વેતા છેલ્લા ૧૦ વર્ષથી એકબીજાને ઓળખે છે. આદિત્યે કહ્યું કે, ‘ત્યારે અમે ઘણા યંગ હતા અને શ્વેતા જસ્ટ ફ્રેન્ડ્સ રહેવા માગતી હતી. બંનેને કરિયર પર ફોકસ કરવાનું હતું. મેં ક્યારેય મારી રિલેશનશિપને સિક્રેટ રાખી ન હતી પણ એક સમય હતો
જ્યારે બહુ બધી વાતો થવા લાગી અને મેં ચૂપ રહેવાનું નક્કી કર્યું. તો લોકોએ મને એકલો છોડી દીધો.’ શ્વેતા અગ્રવાલ એક્ટ્રેસ છે. તેણે પોતાની કરિયરની શરૂઆત ટીવીથી કરી હતી. તેણે ‘બાબુલ કી દુઆએ લેતી જા’, ‘શગુન’, ‘દેખો મગર પ્યાર સે’ જેવી સિરિયલમાં કામ કર્યું હતું. તેણે સાઉથ સુપરસ્ટાર પ્રભાસની ફિલ્મ ‘રાઘવેન્દ્ર’થી ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. શ્વેતા તથા આદિત્યે ‘શાપિત’ ફિલ્મમાં સાથે કામ કર્યું હતું. આ ફિલ્મથી આદિત્યે લીડ હીરો તરીકે ડેબ્યૂ કર્યું હતું. ફિલ્મને વિક્રમ ભટ્ટે ડિરેક્ટ કરી હતી. એક્ટર, સિંગર અને ટીવી શો હોસ્ટ આદિત્ય નારાયણે ભારતને ગ્રેમી અવોર્ડ અપાવવા માટે હોસ્ટિંગનું કામ છોડી દીધું છે.
આદિત્યએ નાનપણનું સપનું પૂરું કરવા માટે આ ર્નિણય લીધો છે. આદિત્યએ કહ્યું, ‘વર્ષ ૨૦૧૫થી નોન-સ્ટોપ હોસ્ટિંગ કરી રહ્યો છું. હું રિયાલિટી શોમાં હોસ્ટિંગ છોડી રહ્યો છું.’ આદિત્યએ હોસ્ટ કરેલા શો ગણાવતા કહ્યું, ‘મેં ૨૦૧૫માં ‘સારેગામાપા’ની ૪ સીઝન હોસ્ટ કરી હતી, એટલે કે ૧૭૦ એપિસોડ. ‘ઇન્ડિયન આઈડલ’ની ૨ સીઝન, ૧૨૦ એપિસોડ, ‘ખતરા ખતરા ખતરા’ની ૧ સીઝન એટલે ૧૧૦ એપિસોડ. ટોટલ ૪૦૦ એપિસોડ. આ ઉપરાંત ‘ખતરો કે ખિલાડી’,‘રાઈઝિંગ સ્ટાર’,‘એન્ટરટેઈનમેન્ટ કી રાત’,‘કિચન ચેમ્પિયન’,‘ઝી કોમેડી શો’માં પણ હોસ્ટિંગ કર્યું છે. આ સમય મારા જીવનમાં કઈક મોટું કરવાનો છે. હું કન્ટેન્ટ બનાવવા માગું છું. મ્યુઝિક આલ્બમ, ર્ં્્ ને ટીવી માટે. આ જ યોગ્ય સમય છે. મારા દિલને ખબર છે કે હું આ જ કરવા માગું છું. ભારત માટે ગ્રેમી જીતવાના મારા બાળપણના સપના પર કામ કરવાનો સમય આવી ગયો છે. બધાની નજર ભારત પર છે. આ સમય વર્લ્ડ લેવલ પર ચમકવાનો છે. આપણે બસ કપરી મહેનત કરવાની જરૂર છે.’
Recent Comments