આદિનાથ નેત્રાલય, વીરાયતન, પાલિતાણા દ્વારા મફત આંખની તપાસ અંગેની શિબિર સફળતાપૂર્વક સંપન્ન
સર માનસિંહજી સરકારી હોસ્પિટલ, પાલિતાણા ખાતે શ્રી આદિનાથ નેત્રાલય, વીરાયતન દ્વારા મફત આંખની તપાસ અંગેની શિબિર સફળતાપૂર્વક સંપન્ન થઇ હતી.આંખ એ દૂનિયાને જોવાને જોવાનો કુદરતે આપેલું માનવ શરીરનો અદભૂત અંગ છે. આપણને જો ઘડીક લાઇટ જાય કે અંધારામાં હોઇએ ત્યારે આંખ વગરના અંધકારનો અહેસાસ થાય.
પરંતુ વિવિધ કારણે જે વ્યક્તિને દેખાતું બંધ થયું છે તેને જો દ્રષ્ટિ મળે તો તેનાથી રૂડુ શું હોઇ શકે તેવાં ભાવ સાથે માનસિહજી હોસ્પિટલમાં આંખની તપાસ અંગેનો પણ કેમ્પ યોજવામાં આવ્યો હતો.આ શિબિરમાં મોતિયા, ગ્લુકોમા, રીફ્રેક્ટિવ એરર, આંખના ચેપ વગેરે જેવી આંખની વિવિધ સમસ્યાઓ ધરાવતાં ૧૧૧ દર્દીઓની તપાસ અને સારવાર કરવામાં આવી હતી.
આ ૧૧૧ દર્દીઓમાંથી ૨૩ દર્દીઓની ઓળખ કરવામાં આવી હતી કે જેમના માટે સર્જિકલ હસ્તક્ષેપની જરૂર હતી. તે દર્દીઓને વધુ સારવાર માટે શ્રી આદિનાથ નેત્રાલય, વીરાયતન, પાલિતાણા ખાતે રીફર કરવામાં આવ્યાં હતાં.આંખના દર્દીઓને વીરાયતન નેત્રાલય તરફથી નિઃશૂલ્ક દવાઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
આ અવસરે સર માનસિંહજી હોસ્પિટલ ખાતે આણંદજી કલ્યાણજી પેઢીના આગેવાનો અને વર્ધમાન પરિવારના સભ્યો અને ભગીરથસિંહ સરવૈયા, શેત્રુંજય યુવક મંડળ પ્રતિનિધિશ્રી હર્ષભાઈ શાહ સહિત વિવિધ આગેવાનો અને સમાજ સેવકો સહિત ડૉક્ટર પરિવાર, વીરાયતન પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં.
Recent Comments