આદિનાથ હેલ્થ કેર સેન્ટર, પાલીતાણા ખાતે તા. ૪ અને ૫ ઓગસ્ટના રોજ નિઃશૂલ્ક હેલ્થ કેમ્પ યોજાશે
આદિનાથ હેલ્થ કેર સેન્ટર, પાલીતાણા ખાતે તા. ૪ અને ૫ ઓગસ્ટના રોજ નિઃશૂલ્ક હેલ્થ કેમ્પ યોજાશે. આ કેમ્પમાં કાન, નાક, ગળાના અનુભવી ડોક્ટરો દ્વારા રોગનું નિદાન તેમજ આંખના ડોક્ટર દ્વારા નિદાન કરી ચશ્મા કાઢી આપવામાં આવશે.આ ઉપરાંત હાડકાના વિભાગમાં ઘૂંટણ, કમર, ગરદન તેમજ હાડકાના તમામ રોગનું નિવારણ તથા ચેન્નઇના સર્જન ડો. સર્વાનંદ સેવા આપશે. કાનમાં બહેરાશ ધરાવતાં લોકોને કાનનું મશીન પણ આપવામાં આવશે.
કેમ્પમાં જરૂરિયાતમંદને કૃત્રિમ જયપુરી હાથ, પગ અને ટ્રાફિકલ વ્હિલ ચેર, વોકીંગ સ્ટિક વગેરે પણ આપવામાં આવશે.હોસ્પિટલની રોજિંદી સેવામાં નેચરોપથી, આયુર્વેદિક, ફિઝીયોથેરાપી, પંચકર્મ, યોગ ચિકિત્સા દ્વારા જૂના રોગોનું નિદાન ડો. કે. સી. ભટ્ટ દ્વારા કરવામાં આવશે. આ ઉપરાંત મનોચિકિત્સક કાઉન્સિલિંગની સેવા દરરોજ શરૂ છે. આ ઉપરાંત તા. ૩ ઓગસ્ટ ના રોજ સાધુ અને સાધ્વીજી ભગવંતનો કેમ્પ તળેટી ખાતે આયોજિત કરવામાં આવ્યો છે.
આ કેમ્પની સેવાનો લાભ મોટી સંખ્યામાં લેવાં માટે આદિનાથ હેલ્થ કેર સેન્ટરના ટ્રસ્ટીઓ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
Recent Comments