fbpx
બોલિવૂડ

‘આદિપુરુષ’ના મેકર્સે આપ્યુ સત્તાવાર નિવેદન,આ કારણે ફિલ્મ રિલીઝને ૬ મહિના પાછળ કરી

પ્રભાસ સ્ટારર આદિપુરુષ સતત વિવાદોમાં ફસાયેલી છે અને હવે તેને જાેતા જ મેકર્સે ફિલ્મની રિલીઝને લઈને મોટો ર્નિણય લીધો છે. પોતાના વીએફએક્સથી લઈને વિરોધ સહન કરી રહેલી ફિલ્મની ટીમે હાલ તેની રિલીઝ ડેટ આગળ કરવાનું નક્કી કર્યુ છે. હવે આ ફિલ્મને આવતા વર્ષે જૂનમાં રિલીઝ કરવામાં આવશે. ફિલ્મને લઈને મેકર્સે એક સત્તાવાર નિવેદન જારી કર્યુ છે. જેમાં કહેવામાં આવ્યુ છે કે, “આદિપુરુષ ફક્ત એક ફિલ્મ નથી, પ્રભુ શ્રીરામ પ્રત્યે ભક્તિ અને આપણા ગૌરવશાળી ઈતિહાસ અને સંસ્કૃતિ પ્રતિ આપણી પ્રતિબદ્ધતાનું પ્રતિક છે. દર્શકોને એક અદ્ભુત અનુભવ આપવા માટે આદિપુરુષના નિર્માણ સાથે જાેડાયેલા લોકોને થોડો વધારે સમય આપવાની આવશ્યકતા છે. આદિપુરુષ ૧૬ જૂન ૨૦૨૩માં રિલીઝ થશે. અમે એક એવી ફિલ્મ બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ, જેના પર સંપૂર્ણ ભારતને ગર્વ થશે. આ રામકાજમાં તમારો સહયોગ, પ્રેમ અને આશીર્વાદ અમને સદા પ્રેરિત કરે છે અને કરતો રહેશે.”

‘આદિપુરુષ’નું ટીઝર રિલીઝ થતાની સાથે જ ફિલ્મ વિવાદોમાં ફસાઈ ગઈ હતી. ફિલ્મના ટીઝરમાં ઉપયોગ કરવામાં આવેલા વીએફએક્સને લઈને સતત ટીકા કરવામાં આવી રહી છે. સાથે જ તેમાં રાવણ બનેલા સૈફ અલી ખાન અને હનુમાનના દેખાવ પર પણ વિવાદ થયો હતો. એવું કહેવામાં આવી રહ્યુ છે કે બંને લુક રામાયણના પાત્રો કરતા વધારે મુગલ રાજના પાત્રો જેવું લાગી રહ્યુ છે. એટલું જ નહીં વિવાદોને લઈને ખબર મળી રહી હતી કે પ્રોડ્યુસર ભૂષણ કુમારને ટીમમાં આવા સીન્સને વધારે પ્રભાવી બનાવવા માટે કહેવામાં આવ્યુ છે.

નિર્માતાએ ઉલ્લેખ કર્યો છે કે, ફિલ્મને “દર્શકોને એક પૂર્ણમ અનુભવ આપવા” માટે છ મહિના આગળ વધારવામાં આવી રહી છે. ભૂષણ કુમાર, ઓમ, પ્રસાદ સુતાર અને રાજેશ નાયર દ્વારા નિર્મિત, બિગ બજેટ ફિલ્મ ૈંસ્છઠ અને ૩ડ્ઢ વ્યુ સાથે હિન્દી, તેલુગુ, તમિલ, મલયાલમ અને કન્નડમાં રિલીઝ કરવામાં આવશે. આદિપુરુષ ટીમ આ પ્રોજેક્ટ પર ફરીથી કામ કરશે અને કહેવામાં આવી રહ્યુ છે કે, વીએફએક્સ પર ફરીથી આશરે ૧૦૦-૧૫૦ કરોડ રુપિયા ખર્ચ કરવામાં આવશે. ક઼ૃતિ સેનન પૌરાણિક ડ્રામા ક્લિકમાં મુખ્ય મહિલાની ભૂમિકા ભજવી રહી છે. જેમાં સૈફ અલી ખાન અને સનિ સિંહ પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં છે. ટી-સીરિઝ અને રેટ્રોફાઇલ્સ પ્રાઇવેટ લિમીટેડે સંયુક્ત રુપથી તેનું નિર્માણ કર્યુ છે. તમામ પ્રમુખ ભારતીય ભાષાઓમાં રિલીઝ થવાની પુષ્ટિ કરી.

Follow Me:

Related Posts