fbpx
બોલિવૂડ

આદિપુરુષનું સોન્ગ ‘રામ સિયા રામ’ રિલીઝ , એક કલાકમાં અધધધ.. લોકોએ જાેઇ લીધુ

ફિલ્મ આદિપુરુષનું ગીત રિલીઝ થઇ ગયુ છે. આ ગીત રિલીઝ થતાની સાથે જ દર્શકોને ખૂબ પસંદ પડી રહ્યું છે. સોશિયલ મીડિયામાં આ ફિલ્મના ટ્રેલર પછી ગીત રિલીઝ થયુ છે. આદિપુરુષનું રામ સિયા રામ સોન્ગ રિલીઝ થતાની સાથે જ યુટ્યૂબ પર નંબર વન પર ટ્રેન્ડ કરી રહ્યું છે. આ ગીતના શબ્દોને ખૂબ પસંદ પડી રહ્યા છે. લગભગ એક કલાકમાં આ સોન્ગને ૧.૨ મિલીયન વ્યૂઝ મળી ચુક્યા છે. આદિપુરુષનું ગીત રિલીઝ થતાની સાથે જ સોશિયલ મીડિયામાં પર છવાઇ ગયુ છે. દર્શકોને આ ગીતના શબ્દોથી લઇને મ્યૂઝિક સુધી..એમ એક-એક વસ્તુ પસંદ પડી રહી છે. જાે કે મ્યૂઝિકે આ ગીતને વધારે શાનદાર બનાવ્યુ છે. આ ભક્તિમય ગીતના બોલ મશહૂર ગીતકાર મનોજ મુંતસિર શુક્લાએ લખ્યા છે, જ્યારે આ ગીતને ફેમસ સિંગર્સ સચેત અને પરંપરાએ ગાયુ છે.

ઉલ્લેખનીય છે કે આ સોન્ગના પેન ઇન્ડિયા સ્ટાર પ્રભાસે એમના ઓફિશિયલ ટિ્‌વટર હેન્ડલ પર આ ગીતની રિલીઝ થવાની જાણકારી ફેન્સને આપી હતી. ત્યારબાદ ફેન્સને આ ગીતને લઇને ઘણી ઉત્સક્તા હતી. આ ફિલ્મ રિલીઝ થાય એ પહેલાં જ ફેન્સની વચ્ચે ખૂબ ચર્ચાઓ ચાલી રહી છે. જ્યારે ફિલ્મનું ટિઝર રિલીઝ થયુ હતુ ત્યારે આ ફિલ્મની ઘણી ટિકા થઇ હતી, પરંતુ આ મહિને જ્યારે આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યુ ત્યારે ફેન્સે ખૂબ વખાણ કર્યા અને લોકો ખુશ-ખુશ થઇ ગયા હતા. જાે કે આ બધાની વચ્ચે આ ગીત પણ પોપ્યુલર રહ્યું છે. આદિપુરુષના ટ્રેલરને લઇને ઘણો પોઝિટિવ રિસ્પોન્સ મળી રહ્યો છે. આ ફિલ્મનું બજેટ ૭૦૦ કરોડ બતાવવામાં આવી રહ્યું છે. જાે કે ફિલ્મના વીએફએક્સ અને એનિમેશનમાં થયેલા બદલાવને કારણે બજેટ વધી ગયુ છે અને આ ૫૦૦ થી ૭૦૦ કરોડની વચ્ચે હશે. આ ફિલ્મના રિલીઝની વાત કરીએ તો ૧૬ જૂન ૨૦૨૩નાં રોજ મલ્ટીપ્લેક્સમાં રિલીઝ થશે.

Follow Me:

Related Posts