fbpx
બોલિવૂડ

આદિપુરુષ ફિલ્મનું ટીઝર થયું રિલીઝ, ‘રામ’ અવતારમાં પ્રભાસે મચાવી ધૂમ

‘બાહુબલી’થી પેન ઈંડિયા સ્ટાર બની ચુકેલા સાઉથ સુપરસ્ટાર પ્રભાસની અપકમિંગ ફિલ્મ ‘આદિપુરુષ’ની ફેન્સ કાગડોળે રાહ જાેઈ રહ્યા છે. આ ફિલ્મને લઈને દર્શકોની વચ્ચે જબરદસ્ત ઉત્સુકતા જાેવા મળી રહી છે. ત્યારે હવે મેકર્સે આદિપુરુષનું ટીઝર રીલિઝ કર્યું છે. ફિલ્મનું ટીઝર રિલીઝ થતાં જ ચારેતરફ છવાઈ ગયું છે. ખાસ વાત એ છે કે, મેકર્સે આ ફિલ્મના ટીઝર અને ગ્રાંડ પોસ્ટર જાહેર કરવા માટે ભગવાન રામની નગરી અયોધ્યાને પસંદ કર્યું છે. આજે જ પ્રભાસ અને કૃતિ સેનનની સાથે ફિલ્મની આખી ટીમ અયોધ્યા પહોંચી છે, જ્યાં મેકર્સે આદિપુરુષનું ટીઝર રિલીઝ કર્યું હતું. આદિપુરુષના ટીઝરમાં પ્રભાસનો ‘રામ અવતાર’ જાેવા મળ્યો છે. જેને જાેઈને ફેન્સની વચ્ચે ખુશીની લહેર દોડવા લાગી છે.

ટીઝર જાહેર થતાં યુઝર્સે અભિનેતાના નવા લુક પર પ્રતિક્રિયા આપવાનું શરુ કરી દીધું છે. તો વળી સૈફ અલી ખાનને ‘દશાનન’ એટલે કે, રાવણ લુકે તો બઘડાટી બોલાવી છે. આદિપુરુષના ટીઝરની શરુઆત થાય છે એક બેકગ્રાઉન્ડ અવાજથી, પ્રભાસના રામઅવતાર અને જબરદસ્ત વીએફએક્સની સાથે. ‘ધસ જાયે એ ધરતી યા ચટક જાયે એ આકાશ, ન્યાય ક હાથો હોકર રહેગા અન્યાય કા સર્વનાશ, આ રહા હું મેં, આ રહા હું ન્યાય કે બે પેરોસે અન્યાયના દસ સિર કુચલને. આ રહા હું અધર્મ કા વિધ્વંસ કરને’ ટીઝરનો અંત થાય છે જય શ્રીરામ, જય શ્રીરામ રાજા રામ સાથે થાય છે.

Follow Me:

Related Posts