વડાપ્રધાને સંબોધન કરતાં કહ્યું હતું કે આજનો દિવસ સમગ્ર દેશ માટે મોટો દિવસ છે. આજે ભારત એનો પ્રથમ આદિવાસી ગૌરવ દિવસ ઊજવી રહ્યો છે. આઝાદી પછી દેશમાં પ્રથમ વખત આટલા મોટા પાયા પર સમગ્ર દેશમાં આદિવાસી સમાજની કલા, સંસ્કૃતિ, સ્વતંત્રતા ચળવળ અને રાષ્ટ્ર નિર્માણમાં તેમના યોગદાનને ગર્વ સાથે યાદ કરવામાં આવી રહ્યું છે.ભોપાલના જંબુરી મેદાનમાં દરેજ જગ્યા પર આદિવાસી સંસ્કૃતિની ઝાંખી જાેવા મળી રહી છે. મેદાનમાં ચારેય તરફ આદિવાસી યોદ્ધાઓનાં કટઆઉટ્સ લગાવવામાં આવ્યાં છે, સાથે જ દરેજ જગ્યાએ એલઇડી ટીવી પણ લગાવવામાં આવ્યાં છે, જ્યાંથી બેસીને દર્શકોએ સીધું જ વડાપ્રધાનનું ભાષણ સાંભળ્યું હતું.આ તરફ જંબુરી મેદાન ખાતે મોટી સંખ્યામાં આદિવાસી લોકો પહોંચ્યા છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ કાર્યક્રમમાં રાજ્યના લગભગ ૨ લાખ આદિવાસી લોકો સામેલ થયા છે.
આદિવાસીઓમાં પણ આ કાર્યક્રમ બાબતે ભારે ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. આદિવાસી લોકો જંબુરી મેદાનમાં પારંપરિક નૃત્ય કરી રહ્યા હતા. અહીં આદિવાસી કલાકારોએ પારંપરિક નૃત્ય સાથે મોદીનું સ્વાગત કર્યું હતું. ઝાબુઆથી આવેલા આદિવાસીઓએ ભગોરિયા નૃત્ય રજૂ કર્યું હતું.અમર શહીદ બિરસા મુંડાની જયંતિ પર વડાપ્રધાન મોદીએ ભોપાલના જંબૂરી મેદાન ખાતે આદિવાસી ગૌરવ દિવસ સમ્મેલનમાં સંબોધન કર્યું હતું. મોદીએ સંબોધન કરતાં વિપક્ષ પર નિશાન સાધતાં કહ્યું હતું કે આઝાદી બાદની સરકારોએ આદિવાસીઓ બાબતે દેશને અંધારામાં રાખ્યો. આદિવાસીઓના સમૃદ્ધ વારસા બાબતે અગાઉની સરકારોએ દેશને કશું જ જણાવ્યુ ન હતું. વડાપ્રધાન મોદીએ સમ્મેલનમાં આવેલા લાખો આદિવાસી લોકોનું તેમની જ ભાષામાં સ્વાગત કરતાં કહ્યું હતું કે હું તમારું સ્વાગત કરું છું. મોદીએ એક મિનીટ સુધી આદિવાસી ભાષામાં જ સંબોધન કર્યું હતું.
આ પહેલાં મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને રાજ્યપાલ મંગુભાઈ પટેલ સહિત બીજેપીના અનેક નેતાઓએ તેમનું સ્વાગત કર્યું હતું. તેમણે ભાજપના નેતા લક્ષ્મીનારાયણ ગુપ્તાનું સન્માન કર્યું હતું. ગુપ્તા હિંદુ મહાસભા તરફથી મધ્યપ્રદેશની પ્રથમ વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા. મંચ પર વડાપ્રધાન પરંપરાગત આદિવાસી જેકેટ અને ઝાબુઆથી લાવવામાં આવેલી આદિવાસી પાઘડીમાં સજ્જ હતા. જ્યારે ભાજપના રાષ્ટ્રીય મંત્રી અને આદિવાસી નેતા ઓમપ્રકાશ ધુર્વે સ્વાગત દરમિયાન તેમના પગ સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે વડાપ્રધાને તેમને રોક્યા હતા.
Recent Comments