આધાર કાર્ડને વોટર આઈડી સાથે લિંક કરવાનો બીજાે વિકલ્પ કોલ સેન્ટર પર કોલ કરીને છે. તમારે કામકાજના દિવસોમાં સવારે ૧૦ થી સાંજના ૫ વાગ્યાની વચ્ચે ૧૯૫૦ ડાયલ કરવું પડશે અને બંનેને લિંક કરવા માટે તમારો મતદાર આઈડી કાર્ડ નંબર અને આધાર કાર્ડની માહિતી શેર કરવી પડશે. તમે નજીકના બૂથ લેવલ ઓફિસમાં અરજી સબમિટ કરીને પણ આધાર કાર્ડને મતદાર ૈંડ્ઢ સાથે લિંક કરી શકો છો. બૂથ લેવલ ઓફિસર તમામ વિગતોની ચકાસણી કરશે અને વિગતો તપાસવા માટે તમારા સ્થળની મુલાકાત પણ લઈ શકે છે. વેરિફિકેશન પછી તેને રેકોર્ડમાં દાખલ કરવામાં આવશે.પાન કાર્ડની જેમ હવે તમારું વોટર આઈડી કાર્ડ પણ આધાર સાથે લિંક થઈ જશે. સરકારે બુધવારે મતદાર ઓળખ કાર્ડને આધાર સાથે લિંક કરવા માટે ચૂંટણી કાયદામાં પ્રસ્તાવિત સુધારાને મંજૂરી આપી દીધી છે. આ બિલમાં પહેલીવાર મતદારોને મતદાર યાદીમાં નામ ઉમેરવા માટે વર્ષમાં ચાર તક આપવામાં આવશે. હાલમાં, જેઓ ૧ જાન્યુઆરીના રોજ અથવા તે પહેલાં ૧૮ વર્ષના થાય છે તેઓને મતદાર તરીકે નોંધણી કરાવવાની છૂટ છે. રાષ્ટ્રીય મતદાર સેવા પોર્ટલ, જીસ્જી, ફોન અથવા બૂથ સ્તરના અધિકારીઓની મુલાકાત લઈને આધારને મતદાર ઓળખ કાર્ડ સાથે લિંક કરી શકાય છે. હાલમાં આધાર કાર્ડને વોટર આઈડી સાથે લિંક કરવું ફરજિયાત નથી. આધાર નંબરનો ઉપયોગ માત્ર મતદાર પ્રમાણીકરણના હેતુ માટે જ કરવામાં આવશે. નેશનલ વોટર સર્વિસ પોર્ટલ પર વોટર આઈડીને આધાર સાથે લિંક કરવાની પ્રક્રિયા સરળ છે. સૌથી પહેલા તમારે વેબસાઇટ રંંॅજઃ//ર્દૃંીિॅર્િંટ્ઠઙ્મ.ીષ્ઠૈ.ર્ખ્તદૃ.ૈહ/ પર જવું પડશે. તમારા મોબાઈલ નંબર/ઈમેલ આઈડી/મતદાર આઈડી નંબરનો ઉપયોગ કરીને લોગિન કરો અને પાસવર્ડ દાખલ કરો. રાજ્ય, જિલ્લો અને વ્યક્તિગત વિગતો દાખલ કરો જેમ કે નામ, જન્મ તારીખ અને પિતાનું નામ. વિગતો ભર્યા પછી ‘સર્ચ’ બટન પર ક્લિક કરો. જાે તમે દાખલ કરેલી વિગતો સરકારી ડેટાબેઝ સાથે મેળ ખાતી હોય, તો વિગતો સ્ક્રીન પર દેખાશે. સ્ક્રીનની ડાબી બાજુએ દેખાતા વિકલ્પ ‘ફીડ આધાર નંબર’ પર ક્લિક કરો. એક પોપ-અપ પેજ ખુલશે જ્યાં તમારે તમારું નામ આધાર કાર્ડ, આધાર નંબર, મતદાર આઈડી નંબર, રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અને/અથવા રજીસ્ટર્ડ ઈમેલ એડ્રેસ ભરવાનું રહેશે. બધી વિગતો યોગ્ય રીતે દાખલ કર્યા પછી, તેને એકવાર ક્રોસ ચેક કરો અને ‘સબમિટ’ બટન દબાવો. સ્ક્રીન પર એક સંદેશ દેખાશે કે તમારી એપ્લિકેશન સફળતાપૂર્વક નોંધણી કરવામાં આવી છે. તમે જીસ્જી દ્વારા પણ તમારા મતદાર આઈડીને આધાર સાથે લિંક કરી શકો છો. તમે ૧૬૬ અથવા ૫૧૯૬૯ પર જીસ્જી મોકલીને તમારા આધાર કાર્ડને મતદાર ૈંડ્ઢ સાથે લિંક કરી શકો છો. તમારા મોબાઈલમાં ન્કવોટર આઈડી નંબર| ન્કઆધાર નંબર| લખો અને ઉપર આપેલા નંબર પર મોકલો.
આધાર કાર્ડ સાથે હવે વોટર આઈડી પણ લિંક થશે

Recent Comments