fbpx
ભાવનગર

આધેડની તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરાઈ

વહેલી સવારે ૬ કલાકના અરસા દરમિયાન રક્તરંજીત ઘટનાની જાણ થતા મૃતક અશોકભાઇના પરિવારજનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો દોડી ગયા હતાં. બનાવને લઇ ભારે અરેરાટી છવાઇ જવા પામી હતી. જ્યારે બનાવની જાણ થતા પાલિતાણા રૂરલ પોલીસ મથકના પી.એસ.આઇ. સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો અને મૃતકનો કબ્જાે સંભાળી પી.એમ. અર્થે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. ઉક્ત બનાવ અનુસંધાને મૃતકના દિકરા રાહુલભાઇ અશોકભાઇ પાંગળે પાલિતાણા રૂરલ પોલીસ મથકમાં અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આઇપીસી ૩૦૨, ૧૩૫ મુજબ ગુનો દાખલ કરી તપાસનો દોર હાથ ધર્યો હતો.

બનાવની જાણવા મળતી વિગતો અનુસાર પાલિતાણા તાલુકાના નાની રાજસ્થળી ગામે જુના ઘેલાપરા, લુહારવાડામાં રહેતા અશોકભાઇ નાનુભાઇ પાંગળ ગત રાત્રિના ૧૦.૩૦ કલાકના અરસા દરમિયાન પોતાના ઘરે વાળુ-પાણી કરી કાગડાધારે આવેલ વાડાવાળા મકાને તેઓના ભાઇ મુકેશભાઇ આખ્યાનમાં ગયા હતા અને તેમના પત્ની મધુબેન પિયરમાં ગયા હોય તેથી મકાને કોઇ ન હોવાના કારણે પોતાના ઘરે વાડાવાળા મકાને સુવા જવાનું કહી નીકળ્યા બાદ મોડી રાત્રિના અરસા દરમિયાન અજાણ્યા શખ્સોએ કોઇ અગમ્ય કારણસર અશોકભાઇ ઉપર જીવલેણ હુમલો કરી તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી કરપીણ હત્યા કરી નાખી નાસી છુટયા હતાં.

Follow Me:

Related Posts