આધ્યાત્મિક ગુરુ જગ્ગી વાસુદેવના ઈશા ફાઉન્ડેશનને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળીસુપ્રીમ કોર્ટ તરફથી ઈશા ફાઉન્ડેશનને રાહત, પોલીસ તપાસ માટે હાઈકોર્ટના આદેશ પર સ્ટે
ગુરુવારે આધ્યાત્મિક ગુરુ જગ્ગી વાસુદેવના ઈશા ફાઉન્ડેશનને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે મદ્રાસ હાઈકોર્ટ દ્વારા તપાસના આદેશ પર રોક લગાવી દીધી હતી. ફાઉન્ડેશને મદ્રાસ હાઈકોર્ટના આદેશ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. હાઈકોર્ટે તમિલનાડુ સરકારને નોંધાયેલા તમામ અપરાધિક કેસોની વિગતો રજૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે મદ્રાસ હાઈકોર્ટના આદેશના પાલન પર રોક લગાવી દીધી છે. જેમાં હાઈકોર્ટે પોતાના આદેશમાં પોલીસને ઈશા ફાઉન્ડેશનના આશ્રમ સાથે જાેડાયેલા કેસની તપાસ કરવા કહ્યું હતું. સુપ્રીમ કોર્ટે ગુરુવારે જગ્ગી વાસુદેવના ઈશા ફાઉન્ડેશનને રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે તમિલનાડુ પોલીસને મદ્રાસ હાઈકોર્ટના આદેશ પર આગળની કાર્યવાહી ન કરવા નિર્દેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે મદ્રાસ હાઈકોર્ટમાં વ્યક્તિ દ્વારા દાખલ કરવામાં આવેલી હેબિયસ કોર્પસ અરજીને સર્વોચ્ચ અદાલતમાં ટ્રાન્સફર કરી છે, જેમાં ઈશા ફાઉન્ડેશનને આરોપી કરવામાં આવ્યો હતો.
તમને જણાવી દઈએ કે હેબિયસ કોર્પસ પિટિશન ગેરકાયદે રીતે અટકાયતમાં રાખવામાં આવેલી વ્યક્તિ અથવા ગુમ વ્યક્તિને કોર્ટમાં રજૂ કરવાના નિર્દેશ આપવાને લઈને દાખલ કરવામાં આવી છે. ઈશા ફાઉન્ડેશને મદ્રાસ હાઈકોર્ટના આદેશને પડકાર્યો હતો અને આ આદેશ સામે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો, જેમાં કોર્ટે કોઈમ્બતુર પોલીસને તેની વિરુદ્ધ નોંધાયેલા કેસોની વિગતો એકત્રિત કરવા અને કોર્ટમાં રજૂ કરવા કહ્યું હતું. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી બેન્ચે ગુરુવારે આ નિર્દેશ જારી કર્યો હતો. આ બેંચમાં જસ્ટિસ મનોજ મિશ્રા અને જસ્ટિસ જે.બી. પારડીવાલા પણ સામેલ હતા. મુખ્ય ન્યાયાધીશની ખંડપીઠે નિર્દેશ આપ્યો હતો કે પોલીસ હાઈકોર્ટના આદેશના પાલન પર કોઈ કાર્યવાહી કરશે નહીં અને પોલીસ મદ્રાસ હાઈકોર્ટના નિર્દેશો અનુસાર સુપ્રીમ કોર્ટમાં પરિસ્થિતિ અંગે રિપોર્ટ રજૂ કરશે.
ઈશા ફાઉન્ડેશન વતી વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ હાઈકોર્ટના આદેશ પર રોક લગાવવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને જણાવ્યું હતું કે લગભગ ૧૫૦ પોલીસ અધિકારીઓએ ફાઉન્ડેશનના આશ્રમ પર દરોડા પાડ્યા હતા અને તપાસ હાથ ધરી હતી. સુપ્રીમ કોર્ટની બેન્ચે વીડિયો કોન્ફરન્સ દ્વારા તે મહિલાઓ સાથે વાત કરી અને તેઓએ બેંચને કહ્યું કે પોલીસ બુધવારે રાત્રે આશ્રમમાંથી નીકળી ગઈ હતી. બંને મહિલાઓએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે તેઓ સ્વેચ્છાએ ફાઉન્ડેશનમાં રહે છે. ખંડપીઠે કહ્યું કે આ કેસની આગામી સુનાવણી ૧૪ ઓક્ટોબરથી શરૂ થતા સપ્તાહમાં થશે. તમને જણાવી દઈએ કે, હાઈકોર્ટે ૩૦ સપ્ટેમ્બરના રોજ ડો. એસ. કામરાજ દ્વારા દાખલ કરવામાં આવેલી હેબિયસ કોર્પસ અરજી પર વચગાળાનો આદેશ આપ્યો હતો. અરજદાર તમિલનાડુ એગ્રીકલ્ચર યુનિવર્સિટી, કોઈમ્બતુરના નિવૃત્ત પ્રોફેસર છે.
Recent Comments