fbpx
સૌરાષ્ટ - કચ્છ

આનંદોઃ રાજકોટ-ગોવા ફ્લાઇટ ઓગસ્ટ માસમાં તમામ દિવસે ઉડાન ભરશે

કોરોનાની બીજી લહેર ધીમી પડતા છેલ્લા દોઢ વર્ષથી પર્યટન સ્થળોએ નહી જઈ શકનારા પ્રવાસીઓ આગામી જન્માષ્ટમીના તહેવારોમાં ગોવા જવા ઉત્સુક બન્યા છે. જન્માષ્ટમી પર્વના તહેવારો રાજકોટ-ગોવા વિમાની ભાડામાં વધારો છતાં ફ્લાઈટ ફુલ થવા લાગી છે. જન્માષ્ટમી તહેવારોમાં રાજકોટવાસીઓનો ગોવા જવાનો ક્રેઝ વધુ હોવાનું ટ્રાવેલ એજન્ટો જણાવી રહ્યાં છે. રાજકોટ-ગોવા ફ્લાઈટને જબરો પ્રતિસાદ મળી રહ્યો છે. ભાડુ ૫ હજારમાંથી વધારીને ૧૫ હજાર કરવા છતાં લોકોમાં ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. આખો ઓગસ્ટ મહિનો આ ફ્લાઈટ ગોવાની ઉડાન ભરશે.

રાજકોટ એરપોર્ટ હવાઈ સેવામાં હાલ મુંબઈ, દિલ્હી, હૈદરાબાદ, ગોવા જેવા સ્થળોએ આવવા-જવાની ફ્લાઈટમાં સારો ટ્રાફિક જાેવા મળી રહ્યો છે. રાજકોટ એરપોર્ટ પર ગત ૧૨મી જુલાઈથી ઈન્ડિગો બાદ સ્પાઈસ જેટની મુંબઈ-દિલ્હી, હૈદરાબાદ, ગોવાની ફ્લાઈટ શરૂ થતા મંગળ, ગુરુ, શનિવારને બાદ કરતા બાકીના દિવસોમાં ડેઈલી ૮ ફ્લાઈટનું ઉડ્ડયન શરુ છે.

વર્ષો બાદ રાજકોટ-ગોવા ફ્લાઈટ શરુ થતા રાજકોટ સહિતના પ્રવાસીઓને પર્યટન સ્થળ ગોવા જવાની વિમાની સેવા મળી છે. હાલ રાજકોટ-ગોવા ફ્લાઈટનું મુસાફર ટિકિટ ભાડુ રૂા. ૫૦૦૦ આસપાસ છે. ડેઈલી ૪૫થી ૫૦થી વધુ પ્રવાસીઓ ગોવાની સલેહગાહ માણવા જઈ રહ્યાં છે. આગામી જન્માષ્ટમીના દિવસોમાં ટિકીટ દર રૂા.૧૫૦૦૦ પહોંચ્યો છે. ત્રણ ગણું ભાડુ હોવા છતાં આગામી તા.૨૭થી ૩૦ ઓગષ્ટનાં દિવસોમાં ફ્લાઈટ ફુલ રહેશે. જન્માષ્ટમી પર્વમાં રાજકોટ સહિતના પ્રવાસીઓએ ગોવા જવા એડવાન્સ બુકિંગ કરાવ્યા હોવાનું ટ્રાવેલ એજન્ટો જણાવી રહ્યાં છે.

Follow Me:

Related Posts