કરમદડી(ગીર)તુલસીશ્યામ રોડ,ખિસરી પાસે,તા.ધારી,જી.અમરેલી આનંદ આશ્રમ જ્યાં પ્રભુ શ્રી રામચંદ્રજીની પંચાયત બિરાજમાન છે, દેવાધિદેવ મહાદેવ શિવશક્તિનું પ્રાંગણ અને રખેવાળ કાળ ભૈરવ સાક્ષાત છે, ગૌશાળામાં ગાયો ગેલ કરે છે ત્યાં અલગારી સંત પૂ. પહુડિયાબાપુના હઠ યોગી શિષ્ય શ્રી સિદ્ધરામદાસબાપુ ને તેમની તપોભક્તિના પ્રતાપે સૌરાષ્ટ્રના સમગ્ર સંત મંડળ દ્વારા પણ. પૂ. શ્રી રામાનુજાચાર્ય સ્થાપિત અખાડાની પરંપરા પ્રમાણે શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી “શ્રી શ્રી ૧૦૦૮ મહા મંડલેશ્વર” તરીકે વરિષ્ઠ સંતો દ્વારા ચાદર વિધિ કરવામાં આવી, તેમજ તેમની તપોભૂમિ આનંદ આશ્રમને અત્રે ધર્મસભામાં “સિદ્ધપીઠ” તરીકે ઘોષણા કરવામાં આવેલ. ગીર મધ્ય રાત્રિના અંધકાર ચિરતી અલખ ફકીરી સંતવાણી ની સરવાણી ફૂટી હતી. હરિ ૐ ના નાદથી કંદરા ગુંજી ઉઠી હતી.
આ ધર્મોત્સવમાં ભાવનગર મંડળના મહા મંડલેશ્વર શ્રી શ્રી ૧૦૦૮ ગરીબદાસબાપુ, નવા ખારામંડળના શુકદેવદાસબાપુ, જાગૃત હનુમાનજી, ગિરીયા અમરેલીના મહામંડલેશ્વર શ્રી રામ મનોહરદાસબાપુ, સંત ઓલિયાપબાપુ ભિષ્મ પિતા, શ્રી શ્રી ૧૦૦૮ બલરામદાસબાપુ, લક્ષ્મીનારાયણ મંદિર ચિતલથી વિશ્વનાથબાપુ, અંબિકા આશ્રમ સાંગાણાના મહા મંડલેશ્વર ૧૦૦૮ રમજુબાપુ, તાપડિયા આશ્રમ બાબરાના ઘનશ્યામદાસબાપુ,પીપાભગતની જગ્યાના મહેશદાસ બાપુ, નકળંગ દેવંગી આશ્રમ ગોવિંદપુર શ્રી ગીતા માતાજી સહિત સાધુ-સંતોએ ઉપસ્થિત રહી આશિર્વચન પાઠવ્યા હતાં. ધર્મોત્સવમાં ધારીથી મનહરભાઈ સલખના, વાલભાઈ ભટ્ટી, સૂરેશભાઈ મૈસુરિયા, સાદિયાભાઈ તેમજ સેંકડો ધર્મપ્રેમી ભાવિકો ભાઈઓ-બહેનો, આબાલવૃદ્ધ ધર્મલાભ સાથે પ્રસાદ લીધો હતો.આ ભદ્રોત્સવ માં આનંદ આશ્રમના સેવકો વિપુલભાઈ, રાજકોટના તરુણભાઈ ત્રિવેદી, ઋત્વિક ભાઈ, સંજયભાઈ પટેલ, કમલેશભાઈ કંદોઈ, પહુડિયા ગૃપ સાવરકુંડલા તેમજ કરમદડી ના સ્વયંસેવકોએ જહેમત ઉઠાવી હતી.
આનંદ આશ્રમ કરમદડી ને “સિદ્ધપીઠ” ઘોષિત કરવામાં આવીસંત સિદ્ધરામદાસબાપુની શ્રી શ્રી ૧૦૦૮ મહા મંડલેશ્વર પદે વરણી ગીરની ગોદમાં આવેલા ખોબા જેવડાં કરમદડી ગામની સીમમાં તપસ્વીઓની પધરામણી થઈ.


















Recent Comments