fbpx
અમરેલી

આપણા સારા કાર્યોની પ્રશંસા સાંભળવા આપણે, આપણા બેસણા સુધી રાહ જોવી પડે

સાવરકુંડલામાં વિવિધ જાહેર સંસ્થાઓ તરફથી સ્વર્ગસ્થ પૂર્વ કૃષિ મંત્રી વી.વી. વઘાસિયા ની પ્રાર્થના સભામાં શ્રદ્ધાંજલિ આપતા, સનરાઈઝ સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી અને પત્રકાર સંઘ નાં અધ્યક્ષ પ્રતાપભાઇ ખુમાણે જણાવ્યું હતુ. આપણા માનવ સમાજની કમનસીબી એ છે કે, જીવતે જીવ એમની ટીકા કરવામાં અને પછાડી દેવા માટે, કોઈ કસર છોડી ન હોય. પરંતુ તે વ્યક્તિના મૃત્યુ પછી બેસણામાં પ્રશંસા કરવામાં કોઈ ખામી રખાતી નથી. આ પ્રાર્થના સભા માં ધાર્મિક સંસ્થાઓ અને સેવાકીય સંસ્થાઓ નાં પ્રતિનિધિઓ ઉપરાંત કેન્દ્રીય કૃષિ મંત્રી પુરુષોત્તમ રૂપાલા, દિલીપભાઈ સંઘાણી, સાંસદ નારણભાઇ કાછડીયા, દંડક કૌશિકભાઈ વેકરીયા, ધારાસભ્ય મહેશભાઇ કસવાલા, પ્રભારી ભરતભાઈ બોઘરા, નગરપાલિકા પ્રમુખ દોશી સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા…

Follow Me:

Related Posts