“આપણે આતંકવાદ અને ટેરર ફંડિંગ સામે મજબૂતીથી લડવું પડશે”: પીએમ મોદીએ બ્રિક્સ સમિટમાં કહ્યું
પીએમ મોદીએ બુધવારે બ્રિક્સ સમિટને સંબોધિત કરી હતી. તેમણે કહ્યું કે બ્રિક્સ વિભાજનકારી નથી પરંતુ જનહિતમાં છે. વૈશ્વિક સંસ્થાઓમાં સુધારા માટે અવાજ ઉઠાવવો પડશે. અમે સુરક્ષિત અને સમૃદ્ધ ભવિષ્ય માટે સક્ષમ છીએ. આ દરમિયાન પીએમએ આતંકવાદ સામે પણ અવાજ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે આપણે આતંકવાદ અને ટેરર ફંડિંગ સામે મજબૂતીથી લડવું પડશે. આપણે યુવાનોને કટ્ટરવાદ તરફ જતા રોકવા પડશે. ભારત સંવાદ અને કૂટનીતિનું સમર્થન કરે છે, યુદ્ધ નહીં. પીએમ મોદીએ કહ્યું, આજે અદ્ભુત બેઠકનું આયોજન કરવા બદલ હું રાષ્ટ્રપતિ પુતિનનો આભાર વ્યક્ત કરું છું.
હું ખૂબ જ ખુશ છું કે અમે વિસ્તૃત બ્રિક્સ પરિવાર તરીકે પ્રથમ વખત મફ્રી રહ્યા છીએ. બ્રિક્સ પરિવારમાં જાેડાનાર તમામ નવા સભ્યોનું હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. હું રાષ્ટ્રપતિ પુતિનને છેલ્લા એક વર્ષમાં રશિયાના સફફ્ર પ્રમુખપદ માટે અભિનંદન આપું છું. પીએમે કહ્યું, અમારી બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે વિશ્વ યુદ્ધ, સંઘર્ષ, આર્થિક અનિશ્ચિતતા, જફ્રવાયુ પરિવર્તન અને આતંકવાદ જેવા અનેક પડકારોથી ઘેરાયેલું છે. વિશ્વમાં ઉત્તર-દક્ષિણ અને પૂર્વ-પશ્ચિમ વિભાગની ચર્ચા છે. મોંઘવારી પર અંકુશ, ખાદ્ય સુરક્ષા, ઉર્જા સુરક્ષા, આરોગ્ય સુરક્ષા અને જફ્ર સુરક્ષા એ તમામ દેશો માટે પ્રાથમિકતાના વિષયો છે. પીએમ મોદીએ કહ્યું કે ટેક્નોલોજીના યુગમાં સાયબર સિક્યુરિટી, ડીપ ફેક, પ્રચાર જેવા નવા પડકારો બની ગયા છે. આવી સ્થિતિમાં બ્રિક્સને લઈને ઘણી અપેક્ષાઓ છે. હું માનું છું કે વૈવિધ્યસભર અને સર્વસમાવેશક પ્લેટફોર્મ તરીકે બ્રિક્સ તમામ મુદ્દાઓ પર સકારાત્મક ભૂમિકા ભજવી શકે છે. આ બાબતમાં આપણી વિચારસરણી લોકો પર કેન્દ્રિત હોવી જાેઈએ. આપણે વિશ્વને આ સંદેશ આપવો જાેઈએ કે મ્ઇૈંઝ્રજી એ વિભાજન કરનાર નથી પરંતુ જાહેર હિતનું જૂથ છે.
પીએમે પોતાના સંબોધનમાં કહ્યું કે અમે યુદ્ધ નહીં, સંવાદ અને કૂટનીતિનું સમર્થન કરીએ છીએ. જેમ આપણે સાથે મફ્રીને કોવિડ જેવા પડકારને પરાજય આપ્યો છે, તેવી જ રીતે આપણે ભવિષ્યની પેઢીઓ માટે સુરક્ષિત, મજબૂત અને સમૃદ્ધ ભવિષ્ય માટે નવી તકો ઊભી કરવામાં સંપૂર્ણ રીતે સક્ષમ છીએ. પીએમ મોદીએ કહ્યું કે આતંકવાદ અને ટેરર ફંડિંગનો સામનો કરવા માટે આપણે બધાએ સર્વસંમતિ અને મજબૂતીથી સહયોગ કરવો પડશે. આવા ગંભીર વિષય પર બેવડા ધોરણોને કોઈ અવકાશ નથી. આપણા દેશના યુવાનોમાં કટ્ટરપંથને રોકવા માટે આપણે સક્રિય પગલાં લેવા જાેઈએ. યુએનમાં આંતરરાષ્ટ્રીય આતંકવાદ પર વ્યાપક સંમેલનના પેન્ડિંગ મુદ્દા પર આપણે સાથે મફ્રીને કામ કરવું પડશે. આ સાથે, આપણે સાયબર સુરક્ષા તેમજ સલામત છૈં માટે કામ કરવું જાેઈએ.
મ્ઇૈંઝ્રજી એક એવી સંસ્થા છે જે સમય પ્રમાણે પોતાની જાતને બદલવાની ઈચ્છા ધરાવે છે. પીએમ મોદીએ કહ્યું કે આપણે ેંદ્ગજીઝ્ર (સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ) અને ઉ્ર્ં (વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન) જેવી સંસ્થાઓમાં સુધારા માટે સમયસર આગફ્ર વધવું જાેઈએ. પીએમએ કહ્યું, ગ્લોબલ સાઉથની આશાઓ, અપેક્ષાઓ અને આકાંક્ષાઓને ધ્યાનમાં રાખવી જાેઈએ. આજે બ્રિક્સ વિશ્વને સહયોગની દિશામાં આગફ્ર વધવા માટે પ્રેરણા આપી રહ્યું છે. હું માનું છું કે સર્વસમાવેશક પ્લેટફોર્મ તરીકે બ્રિક્સ દરેક મુદ્દા પર સકારાત્મક ભૂમિકા ભજવી શકે છે. ભારત બ્રિક્સ ભાગીદાર દેશો તરીકે નવા દેશોને આવકારવા તૈયાર છે. તેમણે કહ્યું કે આ સંબંધમાં તમામ ર્નિણયો સર્વસંમતિથી લેવા જાેઈએ અને બ્રિક્સના સ્થાપક સભ્યોના વિચારોનું સન્માન કરવું જાેઈએ. જાેહાનિસબર્ગ સમિટમાં અમે અપનાવેલા માર્ગદર્શક સિદ્ધાંતો, ધોરણો અને પ્રક્રિયાઓનું તમામ સભ્ય અને ભાગીદાર દેશોએ પાલન કરવું જાેઈએ.
Recent Comments