આપણે મન પતંગોત્સવ એને મન રોજીરોટી રળવાનો અવસર

સાવરકુંડલા શહેરમાં આમ તો મકરસંક્રાંતિનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. લોકોમાં આ ઉત્સવને ઉજવવા માટે અનેરો થનગનાટ જોવા મળે છે. જો કે સમાજમાં અમુક પરિવારો એવા પણ છે જેને આ પર્વ આવે એટલે રોજગારી મેળવવાનો અવસર પ્રદાન થાય છે. પેટિયું રળવા માટે જીવનના અમુક આનંદની પળોનું બલીદાન આપવું પડે છે. એ સંદર્ભે જ્યારે લોકો આંનદ મોજ મજા પતંગ અને ખાણીપીણીનો સ્વાદ લેતા હોય છે ત્યારે એવા પરિવારો પણ હોય છે જે પોતાની રોજીરોટી રળવા માટે રસ્તા પર ફુગ્ગાઓ તથા હવા ભરેલ રમકડાંઓ પણ વેચતાં જોવા મળે છે. કદાચ ઊચે ઉડતા એ પોતે વેચેલા ફુગ્ગાઓને નિહાળી પોતે પણ પ્રગતિના સોપાન ક્યારે સર કરશે? એ મનોમન વાગોળી ઈશ્વરના દરબારમાં ફરિયાદ પણ કરી રહ્યા હશે કે હે, પરમાત્મા હવે સમય આવી ચૂક્યો છે સમરસ સમાજ વ્યવસ્થા કેરો
Recent Comments