fbpx
રાષ્ટ્રીય

આપણે સચિન-વિરાટની સદી જાેઇ હવે પેટ્રોલ-ડિઝલની સદી જાેઇ રહ્યા છીએઃ ઉદ્ધવ

પેટ્રોલ-ડીઝલના વધતા ભાવોએ જ્યાં સામાન્ય લોકો માટે માથાનો દુઃખાવો કરી દીધો છે ત્યાં વિરોધી પક્ષ આ મુદ્દે સરકારને ઘેરવા માટે દરેક સંભવ પ્રયત્ન કરી રહ્યા છે. હવે ઈંધણની કિંમતો માટે મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેએ પીએમ મોદી અને તેમની સરકાર પર જાેરદાર હુમલો કર્યો છે. તેમણે રવિવારે એક પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન કહ્યુ કે આપણે વિરાટ કોહલી-સચિન તેંડુલકરની સદી જાેઈ છે પરંતુ હવે આપણે પેટ્રોલ-ડીઝલની સદી જાેઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે દેશના ઘણા રાજ્યોમાં પેટ્રોલની કિંમત ૧૦૦ રૂપિયા પ્રતિ લિટરનો આંકડો પાર કરી ચૂકી છે. વળી, ઘણા શહેરોમાં ઈંધણની કિંમત ૧૦૦ રૂપિયા પ્રતિ લિટર પહોંચવામાં છે.

Follow Me:

Related Posts