આપત્તિમાં સોશિયલ મીડિયા દ્વારા મળતી નાગરિકોની ફરિયાદો નિવારણ કરતું અમરેલી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર
રાજ્યમાં વરસાદની સ્થિતિને ધ્યાને લેતા અમરેલી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા નાગરિકોની સમસ્યાઓ અને રજૂઆતનો ડિજિટલ માધ્યમથી હલ કરવામાં આવી રહ્યો છે. મંગળવારે અમરેલી શહેરના બાયપાસ વિસ્તારમાં એક વૃક્ષ ધરાશાહી થયું હોવાનો મેસેજ સોશિયલ મીડિયા (ટ્વિટર)ના માધ્યમથી અમરેલી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્રને મળ્યો હતો.આ મેસેજ મળતાની સાથે જ અગ્નિશમન ટીમ તુરંત સ્થળ પર રવાના થઈ હતી. જો કે વૃક્ષ રોડની સાઈડમાં પડ્યું હોવાથી વાહન વ્યવહારને ખાસ અસર થઈ નહોતી તેમ છતાંપડી ગયેલા વૃક્ષ માટે ઘટતું થાય તે માટે સ્થળ પર પહોંચેલી ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. નાગરિક દ્વારા રજૂ કરવામાં આવેલી આ ફરિયાદનો નિકાલ ત્વરાએ કરવામાં આવ્યો હતો.સ્થિતિને પૂર્વરત કરવાનો સંનિષ્ઠ પ્રયાસ અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યો હતો. આમ, આપત્તિમાં અમરેલી જિલ્લાના નાગરિકો માટે સોશિયલ મીડિયાનો સદપયોગ અને ડિજિટલ ગવર્નન્સનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું હતું
Recent Comments