fbpx
અમરેલી

  “વિશ્વ હોમિયોપેથી દિવસ ૨૦૨૩” અંતર્ગત ચેકઅપ કેમ્પ કેબિનેટ મંત્રી પરશોત્તમ રૂપાલાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો

લાયન્સ ક્લબ ઓફ અમરેલી રોયલ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત “સ્વસ્થ ગુજરાતથી સ્વસ્થ ભારત” બનાવવાના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિઝનને સાકાર કરવાના હેતુ સાથે  “વિશ્વ હોમિયોપેથી દિવસ ૨૦૨૩” અંતર્ગત જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી ની કચેરી અમરેલી અને સરકારી આયુર્વેદ હોસ્પિટલ-અમરેલી સાથે સંયુક્ત રીતે  આયોજિત નિ:શુલ્ક હોમિયોપેથીક નિદાન સારવાર કેમ્પ, ડાયાબિટીસ બી.પી. અને ટી.બી. જેવા રોગ માટે નિઃશુલ્ક ચેકઅપ કેમ્પ ભારત સરકારના કેબિનેટ મંત્રીશ્રી પરશોત્તમભાઈ રૂપાલાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો.

ભારત સરકારના કેબિનેટ મંત્રી શ્રી પરશોત્તમભાઈ રૂપાલા એ આ કાર્યક્રમ માટેની પહેલ ને બિરદાવી સંસ્થાને આવકારી હતી, વધુમાં તેમણે જણાવ્યું હતું કે હોમીઓપેથી ના પ્રચાર પ્રસાર માટે ગામડે ગામડે આ મુજબના કેમ્પો અને જાગૃતિ કાર્યક્રમો થવા જોઈએ સાથોસાથ તેમની ઉપસ્થિતિ મા  પ્રજાજનોની આરોગ્ય જાળવણી સંદર્ભે તેમણે સંવાદ પણ કર્યો હતો.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી જે ડોક્ટરોએ તેમની અમૂલ્ય સેવા આપી હતી તે સૌ ડોક્ટરોને લાયન્સ ક્લબ ઓફ અમરેલી રોયલ દ્વારા બિરદાવવામાં આવ્યા હતા અને તેમને સ્મૃતિ ચિન્હો પણ ભારત સરકારના મંત્રીશ્રી પુરષોત્તમ રૂપાલા ના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા.

Follow Me:

Related Posts