આપ ઓફિસની બહાર કન્હૈયા કુમાર પર શાહી ફેંકી, લાફો મારવાનો પ્રયાસ કરવાના કેસમાં પોલીસ એક વ્યક્તિની ધરપકડ કરી
લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવાર કન્હૈયા કુમાર પર આમ આદમી પાર્ટી ઓફિસની બહાર શાહી ફેંકવામાં આવી હતી અને તેને લાફો મારવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. દિલ્હી પોલીસે આ કેસમાં કાર્યવાહી કરીને એક આરોપીની ધરપકડ કરી છે. ઉત્તર પૂર્વ દિલ્હીથી કોંગ્રેસના ઉમેદવાર કન્હૈયા કુમાર પર શાહી ફેંકવા બદલ સોમવારે એક આરોપી અજય કુમારની ધરપકડ કરવામાં આવી હતી. ડીસીપી નોર્થ ઈસ્ટ જોય તિર્કીએ આ નિવેદન જાહેર કર્યું છે.
શુક્રવારે ૧૭ મે ના રોજ આમ આદમી પાર્ટીની ઓફિસની બહાર કન્હૈયા કુમાર પર શાહી ફેંકવામાં આવી હતી અને તેમને થપ્પડ મારવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. કન્હૈયાને હાર પહેરાવવાના બહાને કેટલાક લોકો આવ્યા અને તેને થપ્પડ મારવાનો પ્રયાસ કર્યો.
કન્હૈયા કુમાર દ્વારા આ હુમલા માટે ભાજપ પર આરોપ લગાવવામાં આવ્યો હતો અને કહ્યું હતું કે, વર્તમાન સાંસદ મનોજ તિવારીએ તેમના પર હુમલો કરાવ્યો હતો. જ્યારે કન્હૈયા પર હુમલો થયો ત્યારે સ્થાનિક કાઉન્સિલર છાયા શર્મા પણ તેની સાથે હતા. કન્હૈયાએ કહ્યું હતું કે જ્યારથી પાર્ટીએ તેમને ઉમેદવાર બનાવ્યા છે ત્યારથી મનોજ તિવારી લોકોને ભડકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તિવારીને લાગવા લાગ્યું છે કે વિસ્તારના લોકો તેમને સ્વીકારી રહ્યા નથી.
કોંગ્રેસ ઉમેદવાર કન્હૈયા કુમારે એક નિવેદનમાં આરોપ લગાવ્યો છે કે આ હુમલાનો આદેશ મતવિસ્તારના ભાજપના ઉમેદવાર મનોજ તિવારીએ આપ્યો હતો. કન્હૈયાએ દાવો કર્યો હતો કે વર્તમાન સાંસદ તિવારી તેમની વધતી લોકપ્રિયતાથી નિરાશ હતા અને તેથી જ તેમણે તેમના પર હુમલો કરવા માટે ગુંડાઓ મોકલ્યા હતા. તેમણે કહ્યું કે જનતા ૨૫ મેના મતદાન કરીને હિંસાનો જવાબ આપશે.
Recent Comments