આપ પાર્ટીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 182માંથી આટલી સીટો આવવાનું અનુમાન લગાવ્યું
આમ આદમી એ પણ મિશન 182 સામે પ્રચારના શ્રીગણેશ અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનના આગમન સાથે કરી દીધા છે ત્યારે આપ પાર્ટીના ગુજરાતના પ્રભારી સંદીપ પાઠક પણ આજે ગુજરાતમાં આવ્યા હતા. ગુજરાતની આ મુલાકાતમાં ખાસ કરીને તેમને જણાવ્યું કે, ગુજરાતમાં આપ પાર્ટી 50 બેઠકથી વધુ બેઠકો જીતશે એ પ્રકારનો દાવો તેમને કર્યો હતો. ગોપાલ ઈટાલિયાએ પણ 55થી 60 સીટનો દાવો ગુજરાતની અંદર બેઠકો જીતવાને લઈને કર્યો છે.
આ અંગે વધુમાં જણાવતા ગુજરાતના પ્રભારી સંદીપ પાઠકે કહ્યું કે, કોંગ્રેસ નહીં આપ પાર્ટી જ ભાજપને હરાવી શકે છે.
અમારા ઈન્ટર્નલ સર્વેના હિસાબથી 58 સીટો જીતીશું એ પ્રકારનો દાવો તેમના દ્વારા કરવામાં આવ્યો છે. ગામમાં કોંગ્રેસના ડોમેન એરીયામાં લોકો કહે છે કે, આપ ને વોટ આપીશું. આ ઉપરાંત જે લોકો શહેરોમાં રહે છે અને મિડલ ક્લાસ લોકો છે તેઓ ત્રસ્ત થઈ ગયા છે. જે રીત દિલ્હીમાં કામો થયા છે જેમાં બસો, સ્કૂલ, હોસ્પિટલની સુવિધાને જોઈને એ લોકો વોટ કરી રહ્યા છે આ વખતે તેમ તેમને જણાવ્યું હતું.
ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે, સરકારી ઈન્ટેલિજન્સ પાસેથી જે માહીતી મળી છે એ મુજબ 50થી 60 બેઠક આપ પાર્ટી જીતે છે અને શહેરના એ લોકો કે જે મજબુરીથી બીજેપીને વોટ આપતા હતા તે હવે આપ પાર્ટીને વોટ આપશે. ઈન્ટેલિજન્સ બ્રાન્ચ સર્વેની માહિતી જે મળી છે એ મુજબ આજની તારીખમાં 55થી 60 સીટો ભાજપને મળે છે. આજે જ અમને આ માહીતી મળી છે.
Recent Comments