fbpx
અમરેલી

આપ માં જોડાયેલ રંધોળિયાના નિવેદનથી કોંગ્રેસી કાર્યકરોમાં નારાજગી વાહિયાત વાતોને સખત શબ્દોમાં વખોડતા વિરજી ઠુંમર

લાઠી તાલુકા ના ઝવેરભાઈ રંગોળીયા આજે આપમાં જોડાયેલ છે તે તેમનો વ્યક્તિગત નિર્ણય હોઈ શકે ધારાસભ્ય પણ પક્ષ પલટા કરતા હોય છે પરંતુ તેઓએ વિરજીભાઇ ઠુંમર બાબતમાં નિવેદન કર્યું તેને સખત શબ્દોમાં વખોડી કાઢીયે છીએ રાજ્ય લેવલના ખેડૂતો માટે ચિંતા કરતા કાર્યશીલ ધારાસભ્ય ટીવી મીડિયામાં વિવેચકોએ નોંધ લેવી પડે તેમને ઉતારી પાડવા માટે ઝવેરભાઈ રંગોળીયા એ પોતાના વ્યક્તિગત સ્વાર્થ થી નિવેદન કર્યું હોય તેવું દેખાઈ રહ્યું છે કોંગ્રેસ પક્ષના નેતા તરીકે રસ્તાઓ બાબતની માગણી કે બીજી કોઇપણ માગણીમાં વિરજીભાઇ તમને કે અમને કોઈને અન્યાય કર્યો નથી પરંતુ બીજા પક્ષમાં જોડાવાની સાથે પોતે સ્વચ્છ પ્રતિભા ધરાવે છે તેવી વાતો વાહિયાત કરી રહ્યાં છે તે ખોટી છે

વિરજીભાઇ ગુજરાત લેવલના ખેડૂતોના એક કદાવર નેતા છે ધારાસભામાં સતત ખેડૂતો માટે ગરીબ સામાન્ય લોકો માટે યુવાનો માટે તેમજ ગુજરાતની તેમજ અમરેલી જિલ્લાના વિકાસ માટે ચિંતા કરે  બોલે છે તેમના નામનો ઉલ્લેખ કરીને આવી વાહિયાત વાતો કરવા માટે ઝવેરભાઈ બંધ કરવું જોઈએ કોંગ્રેસ પક્ષની એકમ મિટિંગમાં આપ ભાગ લેતા નથી અને શેની બડાઈ મારી રહ્યા છો કોંગ્રેસને આપે મદદ કરવાને બદલે કોંગ્રેસને નુકસાન કરવા માટેના પ્રયાસો ન કર્યો હોત તો પણ કોંગ્રેસની સીટ જિલ્લા પંચાયતની જીતી શકાત પરંતુ ગામમાંથી તાલુકા પંચાયત આપના ઉમેદવાર ને લડાવી ચૂંટણીઓમાં વ્યક્તિગત સ્વાર્થ માટે આપે કરેલી કામગીરી લાઠીની જનતા ભૂલી નથી તન મન અને ધન ની વાતો રહેવા દ્યો ચૂંટણીમાં પણ ઘરેથી ઉઠાડીયે ત્યારે માંડ આવતા હતા તે વાત ભૂલી ન જશો આંબાભાઈ કાકડીયા પ્રમુખ તાલુકા કોંગ્રેસ લાઠી રામજીભાઈ ઇસામલિયા પૂર્વ પ્રમુખ તાલુકા કોંગ્રેસ લાઠી જીતુભાઈ વાળા કોંગ્રેસ આગેવાન ધીરુભાઈ ધોળકિયા લાઠી શહેર સમિતિ તેમજ લાઠી દામનગર અને ગ્રામ્ય કોંગ્રેસ સમિતિ કાર્યકર્તાઓ

Follow Me:

Related Posts