fbpx
રાષ્ટ્રીય

આફતાબે પોલીગ્રાફ ટેસ્ટમાં હત્યાની કરી કબૂલાત, કહ્યું “શ્રદ્ધાની હત્યાનો કોઈ અફસોસ નથી”

શ્રદ્ધા મર્ડર કેસના આરોપી આફતાબે પોલીગ્રાફી ટેસ્ટમાં પણ પોતાનો ગુનો સ્વીકારી લીધો છે. આફતાબે પોલીગ્રાફી ટેસ્ટમાં કબૂલ્યું છે કે તેણે જ શ્રદ્ધાની હત્યા કરી હતી તેમજ આફતાબને શ્રદ્ધાની હત્યાનો કોઈ અફસોસ નથી. આફતાબનો પોલીગ્રાફી ટેસ્ટ કરાવનાર ફોરેન્સિક અધિકારીઓને ટાંકીને આ માહિતી સામે આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીગ્રાફી ટેસ્ટ દરમિયાન આફતાબનો વ્યવહાર એકદમ સામાન્ય હતો. આફતાબે કહ્યું કે તે પોલીસને બધુ જ જણાવી ચૂક્યો છે. હવે નિષ્ણાતો આફતાબના પોલીગ્રાફી ટેસ્ટનો અંતિમ રિપોર્ટ તૈયાર કરી રહ્યા છે. તપાસ અધિકારીને રિપોર્ટ સોંપવામાં આવશે. આ રિપોર્ટથી પોલીસને તપાસમાં મદદ મળવાની આશા છે. હ્લજીન્ના આસિસ્ટન્ટ ડાયરેક્ટર સંજીવ ગુપ્તાએ જણાવ્યું હતું કે છેલ્લા અઠવાડિયાથી ચાલી રહેલો આફતાબનો પોલીગ્રાફ ટેસ્ટ પૂરો થઈ ગયો છે. આફતાબનો નાર્કો ટેસ્ટ ૧ ડિસેમ્બરે કરવામાં આવશે.

નાર્કો ટેસ્ટ પહેલા આફતાબનો પ્રી મેડિકલ ટેસ્ટ કંડક્ટ કરવામાં આવ્યો. આ પ્રી મેડિકલ ટેસ્ટ હ્લજીન્ લેબમાં જ કરાવવામાં આવ્યો જેનો રિપોર્ટ આજે આવશે. આફતાબનો નાર્કો ટેસ્ટ આંબેડકર હોસ્પિટલમાં થશે. આફતાબે ૧૮ મેના રોજ શ્રદ્ધાનું ગળુ દબાવીને હત્યા કરવાનો આરોપ છે. શ્રદ્ધા આફતાબની ગર્લફ્રેન્ડ હતી. બંને મુંબઈના રહેવાસી હતા. અહીં વસઈમાં બંને લિવ ઈન રિલેશનમાં રહેતા હતા. બાદમાં બંનેએ દિલ્હી રહેવાનો ર્નિણય કર્યો. બંને ૮ મેથી દિલ્હીના મહરૌલીમાં ફ્લેટમાં લિવ ઈનમાં રહેતા હતા. ૧૮ મેના રોજ શ્રદ્ધા અને આફતાબનો ઝઘડો થયો હતો જે બાદ આફતાબે તેની હત્યા કરી નાખી.

તેના પછી આફતાબે તેની લાશના ૩૫ ટુકડા કરી ફ્રિજમાં રાખ્યા. તે દરરોજ રાત્રે મહરૌલીનાં જંગલમાં લાશના ટુકડાને ફેંકવા જતો હતો. પોલીસે આફતાબની ૧૨ નવેમ્બરના રોજ ઘરપકડ કરી હતી. દિલ્હી પોલીસના સૂત્રોએ મંગળવારે ભાસ્કરને જણાવ્યું હતું કે આફતાબની મારઝૂડથી શ્રદ્ધા પરેશાન હતી. તે તેને છોડવા માગતી હતી. ૩-૪ મેના રોજ આફતાબ અને શ્રદ્ધાએ અલગ રહેવાનો ર્નિણય લીધો હતો. આફતાબને આ વાત ગમી ન હતી. તેને લાગ્યું કે શ્રદ્ધા કોઈ બીજા સાથે ઈન્વોલ્વ થઈ જશે. આ પછી આફતાબે શ્રદ્ધાની હત્યા કરી તેના ટુકડા કરી નાખ્યા.

Follow Me:

Related Posts