fbpx
રાષ્ટ્રીય

આફ્રિકન યુનિયન G૨૦નું સભ્ય બન્યું, વડાપ્રધાન મોદીએ કરી જાહેરાત

આખરે હવે એ દિવસ આવી ગયો. ભારત ય્૨૦ સમિટ(ય્૨૦ જીેદ્બદ્બૈં ૨૦૨૩)ની અધ્યક્ષતા કરી રહ્યું છે. આજે એટલે કે શનિવાર, સમિટના પ્રથમ દિવસે, વિશ્વની ૨૦ મોટી અર્થવ્યવસ્થાઓના વરિષ્ઠ નેતાઓ સાથે બેસીને વૈશ્વિક મુદ્દાઓ પર વિચાર મંથન કરશે. દિલ્હીના ભારત મંડપમ ખાતે કાર્યક્રમની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આ સમિટ બે દિવસ સુધી ચાલશે. ભારત સરકાર એક વર્ષથી આ સમિટની તૈયારી કરી રહી છે. વિવિધ મંત્રી અને કાર્યકારી જૂથની બેઠકો યોજાઈ હતી. એજન્ડામાં જળવાયુ પરિવર્તન, દેવું, ખાદ્ય સુરક્ષા, સ્થિરતા અને ભૌગોલિક રાજકીય તણાવ પર ચર્ચાનો સમાવેશ થાય છે. તે જ સમયે, ભારતે આ વર્ષની સમિટની થીમ ‘ર્ંહી ઈટ્ઠિંર, ર્ંહી હ્લટ્ઠદ્બૈઙ્મઅ, ર્ંહી હ્લેંેિી’ રાખી છે.

તમામની નજર નેતાઓની સંયુક્ત જાહેરાત પર છે. ય્-૨૦માં કાયમી સભ્યપદ માટે આફ્રિકન યુનિયનને આમંત્રણ આપવામાં આવ્યું હતું. પીએમએ કહ્યું કે, એકતાની ભાવનાથી ભારતે આફ્રિકન યુનિયનને ય્-૨૦નું કાયમી સભ્યપદ આપવાનો પ્રસ્તાવ મૂક્યો છે. હું માનું છું કે અમે બધા આ પ્રસ્તાવ પર સહમત છીએ. દરેકની સંમતિથી કાર્યવાહી શરૂ કરીને તમને આફ્રિકન યુનિયનના કાયમી સભ્યપદ પર વિચાર કરવા માટે આમંત્રિત કરવામાં આવે છે. આફ્રિકન યુનિયન ય્૨૦નું કાયમી સભ્ય બની ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આની જાહેરાત કરી હતી. પીએમએ આફ્રિકન યુનિયનના પ્રમુખને પણ ગળે લગાવ્યા અને અભિનંદન પાઠવ્યા. છેલ્લા ઘણા દિવસોથી આપણા દેશના નામને લઈને વિવાદ ચાલી રહ્યો છે. સરકાર દેશનું નામ મ્રટ્ઠટ્ઠિં કરવા માંગે છે જ્યારે વિપક્ષ તેનો પૂરજાેશમાં વિરોધ કરી રહી છે. આ બધા વચ્ચે ય્૨૦ સમિટમાં વડાપ્રધાન મોદીએ (ઁસ્ સ્ર્ંડ્ઢૈં) વિપક્ષ અને વિશ્વને મજબૂત સંદેશ આપ્યો છે. મજબૂત વ્યક્તિત્વ, કુટનિતિ અને અસરકારક સંદેશ આપવા માટે જાણીતા વડાપ્રધાન મોદીએ મિટિંગ સમિટ દરમિયાન તેમની સામેની નેમ પ્લેટ પર “ભારત” લખેલું હતુ.

Follow Me:

Related Posts