આફ્રિકી દેશ અંગોલામાં એક ખાણમાંથી ૧૭૦ કેરેટનો દુર્લભ શુદ્ધ ગુલાબી હીરો શોધ્યો છે. આ છેલ્લા ૩૦૦ વર્ષોમાં મળનારા હીરાઓમાંથી સૌથી મોટો ગુલાબી હીરો છે. એક ઓસ્ટ્રેલિયાઈ ખનન કંપનીએ આની જાણકારી આપી છે. લુકાપા ડાયમંડ કંપની અને તેના સહયોગિયોએ અંગોલાના લૂલો ખાણમાંથી દુર્લભ પથ્થર શોધી નાખ્યો. જેને લૂલોનું ગુલાબ નામ આપવામાં આવ્યું. લુકાપા ડાયમંડ કંપનીએ રોકાણકારોને આપેલા એક નિવેદનમાં કહ્યું કે, ઈતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોટો ગુલાબી હીરો છે. આ હીરો મળતાં અંગોલાની સરકારે પણ તેનું સ્વાગત કર્યું છે.
જે પ્રાકૃતિક પથ્થરોમાં સૌથી દુર્લભ અને શુદ્ધ રૂપમાંથી એક છે. અંગોલાના ખનીજ સંસાધન મંત્રી ડાયમાંટિનો અજેવેદોએ કહ્યું કે, લૂલોમાંથી મળેલા આ શાનદાર ગુલાબી હીરાને અંગોલા વૈશ્વિક સ્તરે પ્રદર્શિત કરે છે. લુકાપાના ઝ્રઈર્ં સ્ટીફન વેદરોલે કહ્યું કે, ૧૦ હજારમાંથી એક હીરો ગુલાબી રંગનો હોય છે. જાે તમે આટલા મોટા હીરાને જાેઈ રહ્યા છો તો તમે એક અમૂલ્ય વસ્તુને જાેઈ રહ્યા છો. જાણકારી મુજબ આ ખાણમાં નદીના તળીયાથી હીરો કાઢવામાં આવ્યો છે. લૂલોની ખાણમાં લગભગ ૪૦૦ કર્મચારીઓ કામ કરે છે જે અંગોલાના અત્યાર સુધીના સૌથી મોટા હીરાને શોધી ચૂક્યા છે. તેમાંથી એક ૪૦૪ કેરેટના હીરાનો પણ સમાવેશ થાય છે. ગુલાબી હીરો અત્યાર સુધીમાં મળેલા હીરામાંથી પાંચમો સૌથી મોટો હીરો છે.
આ પહેલાં આવી જ રીતે પિંક ડાયમંડન ઈન્ટરનેશનલ માર્કેટમાં ભારે કિંમત સાથે તે વેચાયો હતો. હોંગકોંગમાં ૫૯.૬ કેરેટનો પિંક સ્ટાર ૨૦૧૭માં વેચાયો હતો. જેની કિંમત લગભગ ૫.૫ અરબ રૂપિયાથી પણ વધુ હતી.આફ્રિકી દેશ અંગોલામાં ૧૭૦ કેરેટનો એક ગુલાબી હીરો મળ્યો છે. આ હીરો ખુબ જ સુંદર છે. જાણકારી મુજબ, ૩૦૦ વર્ષોમાં મળનારા અત્યાર સુધીનો સૌથી મોટો ગુલાબી હીરો છે. દર ૧૦ હજાર હીરામાંથી એક હીરો ગુલાબી હોય છે. અંગોલામાં ૧૭૦ કેરેટનો દર્લભ હીરો મળ્યો છે. આ હીરાને લૂલો રોઝ અટલે કે લૂલો ગુલાબ નામ આપાવામાં આવ્યું છે.
Recent Comments