fbpx
અમરેલી

આમાં કેમ ભણશે ગુજરાત..??? લીલીયા તાલુકાની પાંચ તલાવડા પે.સેન્ટર શાળા માં માત્ર બે શિક્ષકો થી ચાલે છે આ શાળા એક થી આઠ ધોરણ માં ૨૦૦ ઉપરાંત વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે હું તો કાગળિયા લખી લખી થાકી કાનુડા તારા મન માં નથી

Inboxલીલીયા તાલુકાની પાંચ તલાવડા પે.સેન્ટર શાળા માં માત્ર બે શિક્ષકો થી ચાલે છે આ શાળા એક થી આઠ ધોરણ માં ૨૦૦ ઉપરાંત વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે શિક્ષણ ની ચિંતા કરતા ગામના સરપંચ ધીરુભાઈ ખુમાણ દ્વારા વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે છતાં પાંચ તલાવડા ગામની પ્રાથમિક શાળાના શિક્ષણ વિશે તાલુકા જિલ્લા કે રાજ્ય સરકારે ક્યારેય ધ્યાન આપ્યું નથી આખરે ધીરુભાઈ સરપંચ અને ગામના વાલીઓ ભાઈઓ-બહેનો આજે પ્રાથમિક શાળાએ પહોંચ્યા અને આચાર્યને રજૂઆત કરી પ્રાથમિક શાળા એ આજે તાલુકા કેળવણી નિરીક્ષક આવ્યા હોવાની ખબર મળતા જ સરપંચ સાથે ગ્રામજનો શાળાએ દોડી ગયા અને ઉગ્ર રજૂઆત કરી કે આમને ચાર શિક્ષકોની ઘટ છે તે પૂરા પાડો પરંતુ અધિકારી પાસે તેનો કોઇ નક્કર જવાબ નહોતો શિક્ષકો પૂરા પાડવા એ અમારા હાથની વાત નથી એમ કહી તેમણે તો ઊંચા કરી દીધા પરંતુ રોષે ભરાયેલા ગામ ગ્રામજનો અને સરપંચ માત્ર રજૂઆત કરતાં જ રહ્યા આખરે બાળકોના વાલીઓએ નક્કી કર્યું કે જ્યારે શિક્ષકોની ઘટ પૂરી કરવામાં આવશે ત્યારે જ અમારા બાળકો શાળાએ આવશે આમ કહી તમામ ગ્રામજનો પોતાના બાળકોને લઈ અને શાળા છોડીને ચાલતી પકડી આ બાળકોનું ભવિષ્ય બગડી રહ્યું છે

પાંચ તલાવડા ની શાળામાં ભારતના ભાવિ નું ઘડતર ઘડાઈ રહ્યું નથી ઘસાઈ રહ્યું છે તે નક્કર વાસ્તવિકતા અહીં જોવા મળે છે. ગામડાના અભણ માણસો પાસે આંદોલન કેમ કરવું રજૂઆત કેમ કરવી તેમનો કોઈ અનુભવ કે જ્ઞાન હોતું નથી પરંતુ બબ્બે વર્ષથી આ ભોળી જનતાએ વાલીઓએ પોતાના બાળકોની ચિંતા અને બાળકોનું ભવિષ્ય બનાવવા માટે કાલીઘેલી ભાષામાં અને લેખિત ભાષામાં રજૂઆતો કરી છે એક બાજુ લાખો કરોડો રૂપિયા શિક્ષણ પાછળ ખર્ચાઈ ગયા છો ત્યારે અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના પાંચ તલાવડા ગામ ની આ શાળાના બાળકોનું ભણતર છેલ્લા બે વર્ષથી બગડી રહ્યું છે જેનો કોઈ જવાબ કોઈ અધિકારી કે પદાધિકારી પાસે નથી ત્યારે હવે તાત્કાલિક ધોરણે અન્ય શાળામાંથી કામગીરી શિક્ષક મૂકવામાં આવે અથવા તો નવી નિમણૂકો કરવામાં આવે આ માટે આ વિસ્તારના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ ક્યાંકને ક્યાંક બેદરકારી દાખવી રહ્યા છે તે પણ એક વાસ્તવિકતા છે અને જો તાત્કાલિક ધોરણે ચાર શિક્ષકોની ઘટ પૂરી નહીં થાય તો આ બાળકોના શિક્ષણનું શું..??

Follow Me:

Related Posts