આમિર ખાનની ફિલ્મને બોયકોટ કરવાની માગણી
આમિર ખાનની ફિલ્મની ફેન્સ આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે. તેની દરેક ફિલ્મ યુનિક હોય છે જે તેને બીજા એક્ટર્સથી અલગ બનાવે છે. આમિર લાંબા સમય પછી મોડા પડદા પર વાપસી કરી રહ્યો છે. છેલ્લે તે ‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’માં જાેવા મળ્યો હતો. સાથે ૨૦૧૮માં આવેલી આ ફિલ્મ સુપર ફ્લોપ સાબિત થઈ હતી. હવે લાલ સિંહ ચઢ્ઢાની સાથે આમિર વાપસી કરી રહ્યો છે. જાે કે, આમિરની અપકમિંગ મૂવી લાલ સિંહ ચઢ્ઢાને લોકો બાયકોટ કરવાનું કહી રહ્યા છે. આ જાણીને તમને આશ્ચર્ય થશે પરંતુ આ હકીકત છે. ૧૧ ઓગસ્ટે રિલીઝ થનારી લાલ સિંહ ચઢ્ઢાને લઈને નેગેટિવ માહોલ આમિર ખાનના ફેન્સને નિરાશ કરી શકે છે. ટિ્વટર પર ઈંમ્ર્અર્ષ્ઠંંન્ટ્ઠટ્ઠઙ્મજીૈહખ્તરઝ્રરટ્ઠઙ્ઘઙ્ઘરટ્ઠ ટ્રેન્ડ કરી રહ્યું છે.
આમિર ખાન અને કરિના કપૂરની ફિલ્મ ન જ જાેવા પર જાેર શોરથી ટ્રેન્ડ ચાલી રહ્યો છે. મૂવી રિલીઝ પહેલા આમિર ખાનની ફિલ્મને લઈને લોકો કેમ નારાજ છે, જાણો તેનું કારણ. એક યુઝરે લખ્યું- કેમ કે તારી પત્નીએ કહ્યું હતું કે ભારતમાં રહેવું સુરક્ષિત નથી. તો તું તારી ફિલ્મ અહીં કેમ રિલીઝ કરી રહ્યો છે. બીજા યુઝરે લખ્યું- મારી બધાને અપીલ છે કે તેઓ પોતાની મહેનતી કમાણી લાલ સિંહ ચઢ્ઢા પર ખર્ચ ન કરે. સમય આવી ગયો છે કે આ નેપોકિડ્સ, ડ્રગ્સ લેતા માફિયાઓને બાયફોટ કરવામાં આવે. હું કહીશ કે તમારા પૈસાને જરૂરિયાતમંદ લોકો પર ખર્ચ કરો. વર્ષો પહેલા આમિરે શિવલિંગ પર દૂધ ચઢાવવાને યુઝલેસ ગણાવ્યું હતું. તેમજ કરિનાએ કહ્યું હતું- અમારી ફિલ્મો ન જુઓ, કોઈ ફોર્સ નથી કરી રહ્યું.
બંને સેલેબ્સના આ જૂના નિવેદનનો હવાલો આપતા લાલ સિંહ ચઢ્ઢાને બાયકોટ કરવાની માગ થઈ રહી છે. યુઝર્સે આમિર પર હિન્દુ સંસ્કૃતિનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો છે. કેટલાક લોકોનું કહેવું છે કે, લાલ સિંહ ચડ્ઢા જાેયા કરતાં ઓરિજિનલ ફિલ્મ ફોરેસ્ટ ગમ્પ જાેવી. સોશિયલ મીડિયા પર આમિર ખાનની ફિલ્મને લઈને જાેરદાર ગુસ્સો જાેવા મળી રહ્યો છે. આટલો રોષ જાેયા પછી મૂવીનું ભવિષ્ય સંકટમાં છે. લાલ સિંહ ચઢ્ઢાને અદ્વેત ચંદને ડાયરેક્ટ કરી છે, કેમ કે આ ફિલ્મ ટોમ હેંક્સની મૂવીની હિન્દી રિમેક છે તેથી લોકો તેને જાેવામાં વધારે રસ નહીં દાખવે. હવે મૂવી રિલીઝ પછી જ ખબર પડશે કે આમિર ખાનની ફિલ્મને લોકોને કેવો રિસ્પોન્સ મળે છે. બોક્સ ઓફિસ પર લાલ સિંહ ચઢ્ઢા અક્ષય કુમારની ફિલ્મ રક્ષાબંધન સાથે ક્લેશ થશે.
Recent Comments