fbpx
બોલિવૂડ

આમીરની લાલસિંહ ચઢ્ઢા ફિલ્મ જાેવા જેવી કે નહીં જાણો…

લાલસિંહ ચઢ્ઢામાં આમિર ખાન ફરી એકવાર કરીના કપૂર સાથે જાેડી જમાવી છે. છેલ્લા ઘણા દિવસોથી લાલસિંહ ચઢ્ઢાનો સોશિયલ મીડિયામાં બહિષ્કાર કરવાનો ટ્રેડ ચાલી રહ્યો હતો. ત્યારે બોયકોટની વાતો વચ્ચે પણ લાલસિંહ ચઢ્ઢા તમારા દિલ જીતી લેશે. ફિલ્મની શરૂઆત થતાની સાથે મુખ્ય પાત્રનું નામ આપણને જાણવા મળી જાય છે. પહેલી ૨૦ મિનિટમાં ખબર પડી જશે કે આ ફિલ્મ એક બાયોગ્રાફી છે. લાલસિંહ ચઢ્ઢા ટ્રેનમાં જઈ રહ્યા છે. તેને ક્યાંક પહોંચવાનું હોય છે. ત્યારે સફરમાં શરૂ થયેલી વાતચીત જ શરૂઆત થાય છે ફિલ્મની કહાનીની. લાલસિંહ ચઢ્ઢા વાસ્તવમાં દિવ્યાંગ હોય છે.

પરંતુ તેની માતા તેના દીકરાને કોઈથી નબળો સમજવા તૈયાર જ નથી. ત્યારે અહીંથી જ લાલસિંહની કહાની શરૂ થાય છે. ત્યારે લાલસિંહ માટે એવા લોકો જરૂરી હોય છે જે તેના વિકાસ માટે મહત્વનો ફાળો આપે. તેની મિત્ર રૂપા કહે છે ભાગ લાલ ભાગ, આ ડાયલોગ ફિલ્મનો મુખ્ય સૂત્ર બની જાય છે.ત્યારે આ સફરમાં લાલસિંહ આપણને સમજાવે છે કે આપણે લોકોને ભયાનક પ્રકારનો પ્રેમ કરી શકીએ છીએ. ફિલ્મમાં અંતે બહાર આવે છે લાલસિંહ ચઢ્ઢા માત્ર દોડી જ શકે છે. પરંતુ આ દોડમાં લાલસિંહ ચઢ્ઢાએ પોતાનું આખું જીવન જીવી લે છે. એટલું જ નહીં બીજા લોકોને જીવતા શિખવાડે છે.

ત્યારે આ ફિલ્મ દેશ પ્રત્યના પ્રેમને ઓછું દેખાડે છે એવું કહેનાર લોકો માટે મોઢા પર તમાચો છે. ફિલ્મ જાેશો તો તમે ખુદ સમજી જશો. લાલસિંહના જીવન જીવવાના પ્રયાસમાં આપણે પણ ખુદને જાેઈ શકીએ છીએ. આ એક અદ્ભૂત ફિલ્મ છે. લાંબા સમય બાદ આવી ફિલ્મ આવી છે જે પોતાની કહાનીના લીધે સ્ક્રીન પર રાજ કરશે. લાલસિંહ ચડ્‌ઢા એવી ફિલ્મ છે જે તમને આકર્ષિત કરશે. આ ફિલ્મ ના માત્ર તમે પણ તમારા પરિવાર અને મિત્રોને પણ આ ફિલ્મ એક વાર જાેવા જવાનું કહેજાે. આ ફિલ્મમાં ભારતના ઈતિહાસનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. દેશની આઝાદી હોય, શીખો વિરૂદ્ધ હિંસા હોય, બાબરી મસ્જિદ ધ્વંસનો સમય હોય કે પછી બીજી કોઈ ઘટના એ સમય સાથે પુરો ન્યાય કરવામાં આવ્યો છે.

જાે તમે પ્રખર ઈતિહાસકાર છો અને તળિયા સુધી જઈને તપાસ કરશો તો ખબર પડશે કે એક બે વસ્તુ પોતાના સ્થાનેથી હલાવવામાં આવી છે. પરંતુ આ જ વસ્તુ લેખકોની જીતનો મજબૂત પાયો બને છે. એ વાત સાચી છે કે લાલસિંહ ચઢ્ઢા અંગ્રેજી ફિલ્મ ફોરેસ્ટ ગમ્પનું હિન્દી વર્ઝન કહેવામાં આવશે. પણ અતુલ કુલકર્ણીએ લખેલી આ ફિલ્મ એ અંગ્રેજી ફિલ્મ કરતા ઘણી આગળ છે. તમે ભૂલી જાઓ કે તમે ફોરેસ્ટ ગમ્પપ જાેઈ છે. અને જાે તમને યાદ પણ હશે તો લાલસિંહ ચઢ્ઢાને જાેયા બાદ તમે કહેશો કે આ કિસ્સો અલગ છે.

Follow Me:

Related Posts