આમ આદમી પાટીએ રાજ્ય સભામાં આ 5 ઉમેદવારના નામની મહોર મારી, ગુજરાતના નેતાઓને પંજાબના કોટામાં નહીં
આમ આદમી પાટીએ રાજ્ય સભામાં ઉમેદવારના આજે નામ ઘોષિત કર્યા છે આમ આદમી પાર્ટી રાજ્ય સભામાં તેમના ઉમેદવારો ઉતારશે તેમાં ગુજરાતના નેતાઓને પંજાબના કોટામાં નહીં મોકલે. હરભજન સિંહ સંદીપ પાઠક રાજ્ય સભા ના ઉમેદવાર તરીકે નિમવામાં આવ્યા છે આ ઉપરાંત રાઘવ ચડઢા, અશોક મિત્તલ, સંજીવ અરોરા ના નામની મ્હોર લગાવવામાં આવી છે. નરેશ પટેલને રાજ્યસભામાં ચાન્સ આપવામાં આવી શકે છે. તેવી વાત વહેતી થી હતી. પંજાબમાંથી નરેશ પટેલને રાજ્યસભાના સાંસદ બનાવવાની આપની ગણતરી હોવાની વાત સામે આવી હતી. પંજાબથી આપના રાજ્ય સભાના સાંસદ નરેશ પટેલ કે જેમની ચર્ચા ચાલતી હતી તેના પર પૂર્ણવિરામ મુકાઇ ગયું છે. નરેશ પટેલ માર્ચના અંત સુધીમાં રાજકીય પ્રવેશ અંગે નિર્ણય લઈ શકે છે. ત્યારે આપમાં તેમની જોડાવાની ચર્ચા હતી જે તમેને આ પદ મળી શકે છે તેવી વાત હતી ત્યારે રાજ્ય સભાના પાંચેય ઉમેદવારોના નામ જાહેર થતાં તેમના નામની મહોર નહોતી. આમ આદમી પાર્ટીએ પંજાબ બાદ ગુજરાતમાં સક્રિયતા દાખવી પાર્ટી છે. આમ આદમી પાર્ટી નરેશ પટેલને ગુજરાતમાં ચહેરો બનાવી શકે છે. તેવી પણ શક્યતા છે.
Recent Comments