fbpx
ગુજરાત

આમ આદમી પાર્ટીએ અમદાવાદમાં સિલિંગ મુદ્દે વિરોધ નોંધાવી મોટા આક્ષેપો કર્યા

ગુજરાત હાઈકોર્ટ દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનને બિલ્ડીંગની બીયુ પરમિશન બાબતે ફટકાર બાદ કોર્પોરેશન દ્વારા સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી હતી. જેનાથી વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. ભાજપના કેટલાક કોર્પોરેટર પણ આ સિલિંગ મુદ્દે પ્રજાના રોષનો સામનો કરે છે તેની વચ્ચે આમ આદમી પાર્ટીએ પણ હવે સિલિગ મુદ્દે વિરોધ નોંધાવ્યો છે. આમ આદમી પાર્ટીના લીગલ સેલના પ્રણવ ઠક્કરે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે સિલિગ મુદ્દે વેપારીઓને મુશ્કેલી પડી રહી છે. તેમણે બીયુ પરમિશન વગર બિલ્ડીંગ ઉભી કરવા દેનાર કોર્પોરેશનના અધિકારીઓ અને બિલ્ડરો સામે કાર્યવાહી કરવા માગ કરી હતી.

પ્રણવ ઠક્કરે જણાવ્યું હતું કે પાલડી શેફાલી કોમ્પલેક્સના અને રાણીપના મારૂતિ કોમ્પ્લેક્સના વેપારીઓ અમારી પાસે આ સિલિગ મુદ્દે રજુઆત લઈને આવ્યા હતા. અમે સરકાર સમક્ષ માગ કરીએ છીએ કે આ સિલિગની કાર્યવાહીમાં હસ્તક્ષેપ કરે. સિલિગના કારણે નાના વેપારીઓ હેરાન થઈ રહ્યા છે.

કાયદાકીય રીતે બીયુ પરમિશન વગર ડ્રેનેજ, પાણી અને લાઈટ કનેક્શન નથી મળતું તો કોર્પોરેશન દ્વારા કઈ રીતે કનેક્શન આપવામાં આવ્યું અને પ્લાન પાસ કરી દેવામાં આવ્યા? બીયુ પરમિશન વગર દસ્તાવેજ પણ નથી થતા તો કઈ રીતે આ બધું થાય છે? કોર્પોરેશનના અધિકારીઓ અને બિલ્ડરોનો મિલીભગતના કારણે વેપારીઓ દંડાય છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે જેટલા પણ બીયુ પરમિશન વગરના બિલ્ડીંગ છે તેમા ક્યાં અધિકારીએ જે તે સમયે પરમિશન, કનેક્શન આપ્યા અને બિલ્ડરોને ખુલ્લાં પાડી કાર્યવાહી કરવા જણાવીશું.

Follow Me:

Related Posts