fbpx
ગુજરાત

આમ આદમી પાર્ટીના નેતા નરોડામાં ઉગ્ર આંદોલનની રણનીતિની બેઠક

પેપર લીક કાંડ મામલે છછઁના કાર્યકર્તાઓ આવેદનપત્ર આપવા કમલમ ખાતે ગયા હતા. ત્યાં હોબાળો થયા બાદ ભાજપે તેમના કાર્યકર્તા પાસેથી ખોટી ફરિયાદ કરાવી હતી. ઇસુદાન ગઢવી પર નશાની હાલતમાં છેડતી કર્યાનો આક્ષેપ પણ કરાયો હતો. જાેકે મેડિકલ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. આ બધું જાેતાં કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે વાઇબ્રન્ટ ઇવેન્ટ નજીક આવી રહી છે અને મોટા હોબાળા થઇ શકે છે. છછઁના કાર્યકર્તાઓ પર જે ફરિયાદ છે એને સો ટકા સાચી માની શકાય નહીં. અન્યાય સામે વિરોધ કરવાનો, અવાજ ઉઠાવવાનો દરેકને હક છે. આ હકને લઇને એ દિવસે આમ આદમી પાર્ટીએ કમલમ ખાતે ન્યાય માટે વિરોધ ઉઠાવ્યો હતો. ત્યારે આ ઘટના ઘટી હતી. આજે ૫૫ કાર્યકર્તાના સેશન્સ કોર્ટે જામીન મંજૂર કર્યા છે. બિન-સચિવાલયની હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટ્યા બાદ છછઁએ ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે વિરોધ પ્રદર્શન યોજ્યું હતું. ૨૦ ડિસેમ્બરે કમલમ ખાતે કરેલા આ પ્રદર્શનમાં છછઁના ગોપાલ ઇટાલિયા, ઇસુદાન ગઢવી સહિતના નેતાઓ સામેલ થયા હતા. આ પ્રદર્શન દરમિયાન પોલીસ, ભાજપ અને છછઁના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું.ગૌણ સેવા પસંદગી મંડળના પેપર લીક મામલે ગાંધીનગરમાં ભાજપના કાર્યાલય કમલમ ખાતે વિરોધ કરવા ગયેલા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા, ઈસુદાન ગઢવી, પ્રવીણ રામ, નિખિલ સવાણી સહિતના નેતાઓ-કાર્યકર્તાઓની ગાંધીનગર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. છેલ્લા ૧૧ દિવસથી જેલમાં રહેલા આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓના જામીન ગાંધીનગર સેશન કોર્ટે મંજૂર કરતાં આજે સવારે ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા સહિતના તમામ ૫૫ નેતાઓ સાબરમતી જેલમાંથી બહાર આવ્યા છે.

જેલના દરવાજે પરિવારજનો આતુરતાથી તેમની બહાર આવવાની રાહ જાેઈ રહ્યા હતા. સાબરમતી જેલમાંથી ૧૨ જેટલા કાર્યકતાઓ મુક્ત થયા છે. જેમનું ઢોલ નગારા અને ફુલહાર પહેરાવી અને સ્વાગત કરવામા આવ્યું હતું.આમ આદમી પાર્ટીના નેતાઓ ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલીયા, પ્રવિણ રામ સહિતના નેતાઓ જેલમાંથી મુક્ત હતા તેઓને ફુલહાર પહેરાવી અને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ઢોલ-નગારા સાથે તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ લડેગે જીતેંગે, આમ આદમી પાર્ટી ઝીંદા બાદ સહિતના નારા લગાવીને જાેરદાર શક્તિ પ્રદર્શન કર્યુ હતુ.જેલમુક્ત થયા બાદ આપના નેતાઓ ગાંધી આશ્રમમાં દર્શન કર્યા બાદ મેવાડા ગ્રીન પાર્ટી પ્લોટ ન્યૂ નરોડા ખાતે પહોંચશે. જ્યાં બેઠક કરીને આંદોલનની આગામી ચર્ચા અને રણનીતિ ઘડશે. જેલમાંથી બહાર આવનારા નેતાઓનું સ્વાગત કરવા માટે સાબરમતી જેલની બહાર ફૂલોથી છછઁ ઉઈન્ન્ ર્ઝ્રંસ્ઈ લખવામાં આવ્યું હતું. બીજી બાજુ, આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રભારી ગુલાબસિંહ યાદવ, સંગઠનમંત્રી મનોજ સોરઠિયા સહિતના નેતાઓ પણ સાબરમતી જેલ પહોંચ્યા છે. જેલની બહાર ઉત્સવ જેવો માહોલ છે. ઢોલ-નગારાં સાથે તૈયારીઓ કરવામાં આવી છે.

Follow Me:

Related Posts