આમ આદમી પાર્ટીના સીનિયર નેતા અર્જૂન રાઠવાએ રાજીનામું આપી દીધું
ગુજરાતમાં આમ આદમી પાર્ટીને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં આપ નેતા અર્જૂન રાઠવાને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે, ગુજરાતમાં આમ આદમી પાર્ટીને એક મોટો ઝટકો લાગ્યો છે, ગુજરાતના પ્રદેશ ઉપાધ્યક્ષ અર્જૂન રાઠવાએ રાજીનામું આપી દીધુ છે. માહિતી પ્રમાણે, ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. પાર્ટીના સીનિયર નેતા અર્જૂન રાઠવાએ રાજીનામું આપી દીધું છે. આમ આદમી પાર્ટીના આદિવાસી નેતા એવા અર્જૂન રાઠવાએ આજે પ્રદેશના ઉપાધ્યક્ષ પદ સહિત પક્ષના તમામ હોદ્દાઓ અને સભ્યપદ ઉપરથી રાજીનામું આપી દેતા રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. અર્જૂન રાઠવા ૨૦૧૩થી આમ આદમી પાર્ટી સાથે જાેડાયેલા હતા
જ્યારે ગઇ વિધાનસભા ચૂંટણીમાં છોટાઉદેપુર બેઠક ઉપરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર પણ રહી ચૂક્યા છે. અર્જૂન રાઠવાએ રાજીનામું આપવા પાછળ પ્રદેશના નેતૃત્વની કાર્યશૈલી સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે અર્જૂન રાઠવાએ જણાવ્યું છે કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું જે નેતૃત્વ સંભાળી રહ્યા છે તે ગંભીરતાપૂર્વક કામગીરી નથી કરતા, જેને લઈને વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને નુકસાન ગયું તેમજ ચૂંટણી બાદ પણ જે સમીક્ષા કરવાની હોય તે પક્ષે કરી કરી, એટલે પક્ષનું નેતૃત્વ ગંભીરતાપૂર્વક કામ નથી કરતું જેને લઇ રાજીનામું આપ્યું છે, તો આવનારા સમયમાં ભાજપ કે કોંગ્રેસમાં જાેડાવા મુદ્દે અર્જૂન રાઠવાએ હાલ કોઈ સ્પષ્ટતા કરી નથી.
Recent Comments