દારૂ નીતિ કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા આમ આદમી પાર્ટીના ટોચના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ૧ જૂન સુધી વચગાળાના જામીન આપવામાં આવ્યા છે. જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેન્ચે શુક્રવારે આ ર્નિણય આપ્યો હતો. તમને જણાવી દઈએ કે દિલ્હીમાં ૨૫મી મેના રોજ છઠ્ઠા તબક્કાનું મતદાન છે, તે પહેલા કેજરીવાલને જામીન મળવી આમ આદમી પાર્ટી માટે કોઈ મોટી રાહતથી ઓછી નથી. દિલ્હીના મુખ્યમંત્રીની ઈડ્ઢએ ૨૧ માર્ચે દારૂ નીતિ કેસમાં ધરપકડ કરી હતી. તે ૧ એપ્રિલથી તિહાર જેલમાં બંધ છે.
જામીન મળ્યા બાદ કેજરીવાલ જેલમાંથી મુક્ત થશે. જેલમાંથી બહાર આવ્યા બાદ કેજરીવાલ ચૂંટણી પ્રચારમાં ભાગ લઈ શકે છે અને પ્રેસ કોન્ફરન્સ કરી શકે છે. કારણ કે કેજરીવાલ આમ આદમી પાર્ટીનો સૌથી મોટો ચહેરો છે. તેથી ચૂંટણી પ્રચારમાં તેમની એન્ટ્રી ચોક્કસપણે પાર્ટીના નેતાઓ અને કાર્યકરોને ઉત્સાહિત કરશે એટલું જ નહીં, પરંતુ દિલ્હીના ચૂંટણી વાતાવરણમાં પણ બદલાવ જોવા મળશે. તેમની પાર્ટીને પ્રોત્સાહન મળશે. કેજરીવાલની ઈડ્ઢ દ્વારા ૨૧ માર્ચે દારૂ નીતિ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. તે ૧ એપ્રિલથી તિહાર જેલમાં બંધ છે.
આમ આદમી પાર્ટી તેના નેતા કેજરીવાલ માટે સતત મહેનત કરી રહી હતી, વિરોધ કરી રહી હતી અને ન્યાયની માંગ કરી રહી હતી. આજે જ્યારે કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી છે ત્યારે નેતાઓ અને કાર્યકરોમાં ખુશીની લહેર છે. કેજરીવાલના વચગાળાના જામીન પર ૭ મેના રોજ ઈડી એ સુપ્રીમ કોર્ટમાં અનેક દલીલો કરી હતી. કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ ર્નિણય અટકાવી દીધો હતો. કોર્ટે કહ્યું હતું કે અમે શુક્રવારે અમારો ચુકાદો આપીશું.
Recent Comments