fbpx
અમરેલી

આમ ગણીએ તો રવિવાર એટલે આરામનો દિવસ મોજ મજા કરવાનો સમય ફુરસદની પળોમાં જીવનનો મર્મ સમજવા માટે પણ એક ચોક્કસ દ્રષ્ટિ તો જોઈએ

-અને સાવરકુંડલા નગરપાલિકાના ઉપપ્રમુખ જયસુખભાઈ નાકરાણી અને તેની ટીમે એ દ્રષ્ટિ ખૂબ સુંદર રીતે કેળવી છે. તેમને માટે તો રવિવારે પણ સામાજિક સેવા કાજે જાણે સમર્પિત હોય તેવું જ લાગે. 

આમ જોવા જઈએ તો આ સમગ્ર ટીમ સાવરકુંડલાના બંને સ્મશાનમાં લોકોને પોતાના  સ્વજનોના મૃતદેહોને અગ્નિ સંસ્કાર સમયે કોઈ તકલીફ ન પડે એ માટે સતત પ્રયત્નશીલ રહે છે.

આમ ગણીએ તો ધરતીપુત્રો એટલે કે જગતનો તાત જેને જળ, જમીન અને જહેમત (મહેનત) સાથે ગજબનો નાતો છે. એટલે પ્રકૃતિની સૌથી નજીક કદાચ ધરતીપુત્રો જ હોય શકે. 

સાવરકુંડલા નગરપાલિકા દ્વારા સંચાલિત સ્મશાન માંટે લાકડાંનું (કાષ્ટ) નું દાન ખેડુતો દ્વારા અવિરત શરૂ થયેલ છે ત્યારે તારીખ ૯.૪.૨૩ ને રવીવારે પટેલ વાડી પાસે રહેતા ખેડૂત અશોકભાઈ બાલુભાઈ વીરાણીએ સ્મશાનમાં થતાં કાષ્ટ દાન જોઈને સાવરકુંડલા નગરપાલિકાના ઉપપ્રમુખ જયસુખભાઇ નાકરાણી.અને  વોર્ડ નં ત્રણના નગરપાલિકાના સદસ્યો કમલેશભાઇ રાનેરા, પીયુષભાઈ મશર, .કેશુભાઈ ચુડાસમાને અશોકભાઈ વીરાણીએ રૂબરૂ મળીને પોતાની માલિકીની વાડીએ બોલાવી ૧૫૦ મણ લાકડાનું (કાષ્ટ)નું દાન  સ્મશાન માટે આ રવિવારે આપ્યું એટલે વાડીએ જઈને આ કામગીરીની કાયમ સેવાઓ કરતાં નગરપાલિકાના ઉપપ્રમુખ જયસુખભાઇ નાકરાણી નગરપાલિકાના સદસ્યો કમલેશભાઇ રાનેરા,પીયુષભાઈ મશરૂ, મનસુખભાઇ લાડવા, કેશુભાઈ ચુડાસમા,  વાડીએ જઈને ટ્રેકટર અને જેસીબી મશીન દ્વારા સાવર સ્મશાનમાં લાકડાં પહોંચાડવામાં આવ્યા છે ત્યારે સાવરકુંડલા નગરપાલિકાના પ્રમુખશ્રી, ઉપપમુખશ્રી, ચીફ ઓફીસરશ્રી અને નગરપાલિકાના તમામ સદસ્યોએ દરેક ખેડુતો એને અન્ય દાતાશ્રીઓએ પોતાની માલિકીની જમીનમાંથી સ્મશાન માટે લાકડાંનું (કાષ્ટનું) દાન આપ્યું છે તે તમામ દાતાશ્રીઓનો  હાર્દિક આભાર માનેલ. આમ જોવા જઈએ તો ખેડૂત સમાજ એટલે ધરતીપુત્રો જગતનો તાત જેનો સીધો સંબંધ જળ, ભૂમિ (જમીન) અને જહેમત (મહેનત) સાથે જ હોય છે એટલે જો કોઈ

પ્રકૃતિની સૌથી વધુ નજીક હોય તો કદાચ એ ખેડૂત સમાજ જ હોય શકે એટલે ખેડૂત સમાજ દ્વારા કાષ્ટનું દાન આવે એ પણ સાહજિક છે. આવી જ રીતે કાયમી દાનની સરવાણી દ્વારા સહકાર મળી રહે તે નમ્ર વિનંતી સહ તમામનો આભાર પણ ઉપપ્રમુખ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો. તદુપરાંત આ સેવાકીય પ્રવૃતિઓની પ્રેસનોટ તેમજ મીડીયામાં પ્રસિધ્ધ કરી લોકોને સેવાઓના સમાચાર પહોંચાડીને લોકોને દાન દેવા પ્રેરકબળ પુરૂ  તમામ પત્રકારોનો પણ સાવરકુંડલા નગરપાલિકા ઉપપ્રમુખ અને તેની સમગ્ર ટીમ દ્વારા જાહેર  આભાર વ્યક્ત કરવામાં આવેલ તેમ સાવરકુંડલા નગરપાલિકાના ઉપપ્રમુખ જયસુખભાઇ નાકરાણીની યાદી જણાવે છે

Follow Me:

Related Posts