વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્થાપના થવા જઈ રહેલા ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડીસીન મેડીસિનની આ છે વિશેષતા ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડીસીન મેડીસિનની સ્થાપના આજે જામનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવી હતી. ત્યારે 170 દેશના સ્ટુડન્ટસ, પ્રતિનિધીઓને તેમને આજે સંબોધિત કર્યા હતા.
130થી વધુ દેશના પરંપરાગત ઐષધીઓને એક પ્લેટફોર્મ પર લાવવામાં આવેશે એજ સ્થળેથી આ પ્રકારની ઔષધીય સુવિધા મળી રહે માટે અંદાજિત આગામી 2026 સુધી આ કાર્યને પૂર્ણ કરવામાં આવશે.
આ પ્રસંગેજામનગર ની ધરતી પર ડબલ્યુએચઓના ડિરેક્ટર અને મોરેશિયસના વડાપ્રધાનની હાજરીમાં આ એક ભવનનો શિલાન્યાસ નથી પરંતુ આ એક વિશ્વમાં પ્રાકૃતિક ચિકિત્સામાં વિશ્વાસ કરવાવાળાને એ બધાને કહેવા માંગું છું કે આજે ભારત આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યું છે. એક કાળખંડની અંદર આઝાદીના આ 75 વર્ષમાં વિશ્વભરમાં ટ્રેડિશનલ મેડિસિનના યુગનો આરંભ કરી રહ્યું છે.
હું મારી આંખો સામે જોઈ રહ્યો છું કે હોલિસ્ટિક ના વધતા આકર્ષણના કારણે આવનારા 25 વર્ષમાં દેશની આઝાદીની શતાબ્દીમાં આવશે ત્યારે ટ્રેડિશનલ મેડિસિન દુનિયા ના દરેક પરિવાર માટે અતિ મહત્વનું કેન્દ્ર બની જશે જેનો આશય છે. આયુર્વેદમાં અમૃત પણ મોટું મહત્વ છે. અમૃત કાર્ડ ની અંદર આ કાર્યનો આરંભ થઇ રહ્યો છે જેથી આ નવા વિશ્વાસ સાથે દૂરગામી પ્રભાવ સાથેની અસર જોઈ રહ્યો છું.
મારા માટે વ્યક્તિગત રીતે સુખદ ગ્લોબલ સેન્ટરની સ્થાપના જામનગરમાં થઈ રહી છે. જામનગરનો આયુર્વેદ સાથે વિશેષ સંબંધ રહ્યો છે. આ પહેલા પણ જામનગરમાં વિશ્વની પહેલી આયુર્વેદિક યુનિવર્સિટી ની સ્થાપના થઈ હતી. બહેતરીન આયુર્વેદ સંસ્થાન અહીં છે. આ ગ્લોબલ સેન્ટર વેલનેસ ના ક્ષેત્રમાં જામનગરની ઓળખને વૈશ્વિક સ્તર પર નવી ઊંચાઈએ લઈ જશે.
Recent Comments