fbpx
અમરેલી

આયુષ્માન કાર્ડમાંતમામ રોગની સારવાર કરવાની માંગ કરતા :- તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરી


ગુજરાતમાંછેલ્લા 30 વર્ષથી ભાજપનુંશાસન છે અનેઆ ભાજપના શાસનમાંગુજરાતની જનતાની આર્થિક સ્થિ તિ ખૂબ જ કથળી ગઈ છે, ભાજપના રાજમાંગરીબોની સંખ્યા દિન પ્રતિદિન વધતી જાય છે, આજે સમગ્ર ગુજરાતની ૭ કરોડની કુલ વસ્તી માંથી ૪ કરોડ કરતાંપણ વધુલોકો ગરીબી રેખા નીચેજીવન જીવવા માટે મજબૂર બની ગયા છે, વધતી જતી બેફામ મોંઘવારીન લીધેગરીબ પરિવારોનેપોતાના ઘરનુંગુજરાન ચલાવવુંપણ ખૂબ જ મુશ્કેલ બની ગયુંછે, ભાજપના રાજમાંસરકારી હોસ્પિ ટલોનુ ખાનગીકરણ થઈ રહ્યુંછે અનેજે સરકારી હોસ્પિ ટલોનુંહજુ સુધી ખાનગીકરણ નથી થયુંતેવી સરકારી હોસ્પિ ટલોમાંપૂરતા ડોક્ટરોનથી પૂરતી દવાઓ પણ ઉપલબ્ધ નથી,

જેથી કરીનેગરીબ પરિવારોનેનાછૂટકે સારવાર માટે ખાનગી હોસ્પિ ટલોમાંજવુંપડે છે અનેઆવી ખાનગી હોસ્પિ ટલો બેફામ રીતેસારવાર, લેબોરેટરી, વિવિધ પ્રકારના રિપોર્ટના નામેચાર્જ વસૂલીનેતથા મોંઘીદાટ દવાઓ લખીનેગરીબોનેખુલ્લેઆમ લુટી રહી છે, ત્યારે આયુષ્માન કાર્ડ ગરીબ પરિવારોનેખૂબ જ મદદરૂપ થાય છે, પરંતુઆયુષ્માન કાર્ડની અમુક મર્યાદાઓનેલીધેગરીબ પરિવારો ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, જેમ કે આયુષ્યમાન કાર્ડમાંઅમુક રોગોની જ સારવાર થાય છે અને૫ લાખ રૂપિયાની મર્યાદામાંસારવાર થાય છે, તેતમામ મર્યાદાઓ દૂર કરીનેગરીબ પરિવારોનેધ્યાનમાં રાખીને સરકારે આયુષ્માન કાર્ડમાંશરદી જેવા સામાન્ય રોગથી માંડીનેકેન્સર જેવા ગંભીર રોગની સારવાર કરવામાંઆવેતથા તમામ પ્રાઇવેટ હોસ્પિ ટલોમાંઆયુષ્માન કાર્ડમાંતમામ રોગની સારવાર કરવામાંઆવેઅને૫ લાખ રૂપિયાની મર્યાદા વધારીને૧૦ લાખરૂપિયાની મર્યાદા કરવાની માંગ અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરી ડે એ કરી છે.

Follow Me:

Related Posts