fbpx
અમરેલી

આયુષ્માન ભારત : પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો લાભ છેવાડાના લાભાર્થી સુધી પહોંચ્યો

ભારતના નાગરિકોને આરોગ્ય સુરક્ષા મળી રહે તે માટે ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૧૮માં આરોગ્ય કવચની જાહેરાત કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત લાભાર્થીઓને આરોગ્ય સુરક્ષા કવર સ્વરુપ આયુષ્માન કાર્ડ આપવામાં આવે છે. શરુઆતમાં આ આયુષ્માન કાર્ડની મદદથી લાભાર્થીને  રુ.૫ લાખ સુધીની સારવારના ખર્ચ માટેનો લાભ મળી શકતો હતો. હવે આ યોજના અન્વયે આયુષ્માન કાર્ડ ધારક રુ.૧૦ લાખ સુધીની મર્યાદામાં સારવાર ખર્ચનો લાભ મેળવી શકે છે.

     વર્ષ-૨૦૪૭ સુધીમાં આઝાદીના સતાપ્દી પર્વે વિકસિત ભારત બનાવવાના સંકલ્પને ચરિતાર્થ કરવાના હેતુથી સમગ્ર દેશ સહિત રાજ્યમાં યોજાઈ રહેલી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. યોજાકીય સહાય-લાભથી વંચિત હોય તેવા લાભાર્થીઓને “આપણો સંકલ્પ-વિકસિત ભારત” અંતર્ગત વિવિધ યોજનાકીય સહાયનો લાભ મળી રહે તે માટે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું છે. લાભાર્થીઓને વધુમાં વધુ લાભ મળી રહે અને તેમના જીવનધોરણમાં હકારાત્મક પરિવર્તન આવે, તેમની આર્થિક અને સામાજિક ઉન્નતિ થાય તેવા હેતુ સાથે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ શરુ છે. તાજેતરમાં જિલ્લાના સાંસદ શ્રી નારણભાઈ કાછડિયાના અધ્યક્ષ સ્થાને સાવરકુંડલાના બાઢડા પ્રાથમિક શાળા ખાતે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ કાર્યક્રમ યોજાયો હતો.

     જિલ્લામાં તા.૨૪ નવેમ્બર,૨૦૨૩ના રોજ વિકસિત ભારત સંકલ્પ યાત્રા શરૂ કરવામાં આવી હતી. આ યાત્રા અન્વયે તા. ૦૪ ડિસેમ્બર,૨૦૨૩ સુધીમાં જિલ્લામાં ૧,૨૧૩ આયુષ્માન કાર્ડનું લાભાર્થીઓને સ્થળ પર વિતરણ કરવામાં આવ્યું હતુ. જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન તા.૦૪ ડિસેમ્બર,૨૩ સુધીમાં નવા ૨,૨૩૮ આયુષ્માન કાર્ડ માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. વિકસિત ભારત સંકલ્પ યાત્રા સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ જન-જન સુધી અને ઘર ઘર સુધી પહોંચાડવાનો ભારત સરકારનો ભગીરથ પ્રયાસ છે. આ યાત્રા આજે દેશમાં જન-જનને જોડી રહી છે. ભારત સરકારના નાગરિકલક્ષી અભિગમ થકી નાગરકોની સુવિધામાં ઉમેરો કરતું વધુ એક ડગલું ભરવામાં આવ્યું છે, જેમાં લાભાર્થીઓને સીધી જ યોજનાકીય સહાય મળી રહી છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ માત્ર પરિભ્રમણ નથી કરી રહ્યો પરંતુ આ રથ સરકારની ગરીબ, વંચિત પ્રત્યેની સંવેદનાઓ પણ નાગરિકો વચ્ચે જઈને વહેંચી રહ્યો છે.સમગ્ર દેશમાં અને ગુજરાત રાજ્યમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અન્વયે અનેક લાભાર્થીઓને લાભ મળ્યો છે. આ તમામ લાભાર્થીઓ સરકારનો આભાર વ્યક્ત કરી રહ્યા છે. આરોગ્યલક્ષી સુવિધાઓ માટે આયુષ્માન કાર્ડ એ દિવ્ય વરદાન બન્યું છે.

       સંવેદનશીલ કેન્દ્ર અને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના પ્રત્યેક નાગરિકને તમામ પ્રકારની આરોગ્ય વિષયક સારવાર ઉપલબ્ધ થાય તેવી રીતે કલ્યાણકારી યોજનાઓ ઘડીને તેનું સુદ્રઢ અમલીકરણ થઈ રહ્યું છે. ગુજરાતના અંતરિયાળ વિસ્તારમાં આજે સરકારી દવાખાના થકી લોકો આરોગ્ય વિષયક સેવાઓ સરળતાથી મેળવી રહ્યાં છે. આરોગ્ય સુવિધાના સુદ્રઢીકરણ માટે મક્કમ રાજ્ય સરકારે આરોગ્યલક્ષી સુવિધાઓમાં ઉમેરો કર્યો છે. આ સુવિધાઓને પગલે ગુજરાતમાં  આરોગ્યલક્ષી સુવિધા- સેવા સભર અદ્ભૂત શૃંખલા સર્જાઈ છે. મહત્વનું છે કે, જનકલ્યાણના અભિગમને ધ્યાને લઇ છેવાડાના નાગરિકને આયુષ્યમાન ભારત યોજના હેઠળ આોરગ્ય વિષયક સહાય રુ. ૦૫ લાખથી વધારીને રુ.૧૦ લાખ કરવામાં આવી છે. આયુષ્માન કાર્ડ એ એવી સુવિધા છે કે તે ગરીબ અને વંચિત પરિવારને આરોગ્ય કવચ માટેની ખાતરી આપે છે. આરોગ્યલક્ષી આપત્તિઓ અને તેની અસરો સામે રક્ષણ આપતું દિવ્ય વરદાન એટલે આયુષમાન ભારત

Follow Me:

Related Posts