fbpx
અમરેલી

આયુષ્યમાન ભારત કાર્ડ અમારા નિરામયી જીવનનો આધાર બનશે: આરોગ્ય વિભાગની યોજનાના લાભાર્થી શ્રીમતી પીલુકીયા દયાબે

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની સરકારના આઠ વર્ષ પૂર્ણ થવાના અવસરે સેવા અને સુશાસનનાં આ આઠ વર્ષની ઉજવણીના ભાગરૂપે અમરેલી જિલ્લામાં બુધવારે ૧૫મી જૂને પ્રભારી મંત્રીશ્રી આર.સી. મકવાણાના અધ્યક્ષસ્થાને કેન્દ્ર સરકારની આઠ વર્ષની ઉપલબ્ધિઓ : ગરીબ કલ્યાણ અને સેવા સુશાસન‘ અંતર્ગત જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. અમરેલીના શ્રી દિલીપ સંઘાણી સાંસ્કૃતિક હોલમાં યોજાયેલા કાર્યક્રમમાં કેન્દ્રની કલ્યાણકારી યોજનાના 11 લાભાર્થીઓ પૈકીના એક લાભાર્થી તરીકે શ્રીમતી પીલુકીયા દયાબેન ઉપસ્થિત રહ્યા હતા. દયાબેનને ભારત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા મળતા આયુષ્માન ભારત કાર્ડનો લાભ મળ્યો છે.

         આશા વર્કર તરીકે કામ કરતા શ્રીમતી દયાબેન આ કાર્ડનો લાભ મળવાથી પોતાના ઘડપણને નિરામયી વીતાવવાની આશા સેવી રહ્યા છે. તેમણે કહ્યુ કે, ‘હું આશા વર્કર છુંમારા પતિ અને બે બાળકીઓ સાથે રહું છું. મને જાણ થઈ કે આયુષ્માન ભારત કાર્ડ દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને કુટુંબ દીઠ વાર્ષિક પાંચ લાખ રૂપિયા સુધીનું સ્વાસ્થ્ય કવચ મળે છે.  આ યોજનાના કારણે ભવિષ્યમાં જો અમને સ્વાસ્થ્ય સંબંધિત આકસ્મિક ખર્ચ આવી પડશે તો ચિંતા નથી. અમને સરકારની સહાયતા મળશે

         દયાબેને વધુમાં જણાવ્યું કે,’આજના સમયમાં સ્વાસ્થ્યના ખર્ચ સામાન્ય વર્ગને ન પોસાય તેવા હોવાથી આ કાર્ડ અમારા જેવાં વર્ગના લોકોને ખૂબ મદદરૂપ બનશે. મને સંતાન તરીકે પુત્ર નથી પરંતુ આ આયુષ્યમાન ભારત કાર્ડ‘ અમારા ભવિષ્યનો આધાર બનશે. મને આ યોજનાનો લાભ મળ્યો તે બદલ હું આભાર વ્યક્ત કરું છું.

      અમરેલીમાં યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પુરવઠા વિભાગના માધ્યમથી ૦૫ લાભાર્થીઓને એન.એફ.એસ.એ રેશન કાર્ડ અને ૦૬ લાભાર્થીઓને આયુષ્યમાન ભારત કાર્ડની પ્રતિકૃતી આપવામાં આવી હતી. કાર્યક્રમમાં જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી આર.સી. મકવાણાસાંસદશ્રી નારણભાઈ કાછડીયાજિલ્લા પંચાયતના અધ્યક્ષા શ્રીમતી રેખાબેન મોવલિયાજિલ્લા કલેક્ટરશ્રી ગૌરાંગ મકવાણાજિલ્લા વિકાસ અધિકારીશ્રી દિનેશ ગુરવડી.આર.ડી.એ.ના નિયામક શ્રી સક્સેનાજિલ્લા પુરવઠા અધિકારીશ્રી શ્વેતાબેન પંડ્યાજિલ્લા ભાજપ પ્રમુખ શ્રીકૌશિકભાઈ વેકરીયા  તેમજ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ અને જિલ્લાના પદાધિકારીશ્રીઓ તેમજ બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થ્તિ રહ્યા હતા

Follow Me:

Related Posts