fbpx
ભાવનગર

‘આયુષ્યમાન ભારત વય વંદના યોજના’ અંતર્ગત નોંધણી કરાવવા જોગ

હાલમાં “પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના” અંતર્ગત રૂ.૧૦ લાખનો વાર્ષિક આરોગ્ય વીમો મેળવવાની યોજના અમલમાં છે. આ યોજના અંતર્ગત યોગ્યતા ધરાવતા નાગરિકોને આયુષ્યમાન કાર્ડ આપવામાં આવે છે.આ યોજના ઉંમરલાયક નાગરિકોને સરળતાથી આરોગ્ય વીમો પ્રાપ્ત થાય તે માટે પ્રધાનમંત્રીશ્રી દ્વારા તા.૨૯/૧૦/૨૦૨૪ના રોજ આયુષ્યમાન ભારત વય વંદના કાર્ડની મદદથી ૭૦ વર્ષ અને તેનાથી વધુ ઉંમર ધરાવતા તમામ વરિષ્ઠ નાગરિકોને આવકની મર્યાદા ધ્યાનમાં લીધા સિવાય આયુષ્યમાન કાર્ડ હેઠળ રૂ.૫ (પાંચ) લાખ સુધીનું વ્યક્તિ દીઠ આરોગ્ય કવચનો વીમો ઉપલબ્ધ થશે.

૭૦ વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો આધાર કાર્ડ વેરિફિકેશન કરાવી ‘આયુષ્યમાન કાર્ડ” મેળવી શકશે છે.આયુષ્યમાન ભારત વય વંદનાની નોંધણી આયુષ્યમાન એપ દ્વારા તેમજ PMJAY યોજનાના વેબ પોર્ટલ beneficiary.nha.gov.in પર લાભાર્થી જાતે કરી શકે છે.હાલમાં ભાવનગર જિલ્લા પંચાયતના તમામ પી.એચ.સી/સી.એચ.સી સેન્ટર પરથી ‘આયુષ્યમાન કાર્ડ’ કાઢી આપવામાં આવે છે.

આયુષ્યમાન વય વંદના કાર્ડ બનાવવા જરૂરી પુરાવા માટે જે તે વ્યક્તિનું આધાર કાર્ડ, આધાર કાર્ડ સાથે લિંક કરેલ મોબાઈલ નંબર (OTP verification code માટે મોબાઈલ  લાવવો), અગાઉ જો આયુષ્યમાન કાર્ડ બનાવ્યું હોય તો તે કાર્ડ અથવા કોપી રજુ કરીને નોંધણી કરાવી શકાશે તેમ  મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી,ભાવનગરની યાદીમાં જણાવાયું છે.

Follow Me:

Related Posts