fbpx
ગુજરાત

આરટીઓ ઓફીસને એક અઠવાડિયામાં રિપોર્ટ કરવા સૂચના આપવામાં આવીવાહન વ્યવહાર વિભાગ દ્વારા રાજ્યમાં સ્કૂલવર્ધીનાં વાહનોનું ચેકિંગ કરવા આદેશ કરવામાં આવ્યો

કોઈપણ અગમ્ય કારણોસર આગની દુર્ઘટનાં ન સર્જાય અને નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવવો ન પડે તે માટે સાવચેતીનાં ભાગરૂપે ગુજરાતમાં સ્કૂલવર્ધીનાં વાહનોનું ચેકિંગ કરવા આદેશ કરવામાં આવ્યો છે. ત્યારે વાહન વ્યવહાર વિભાગ દ્વારા આ બાબતે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.

વાહન વ્યવહાર કમિશ્નર દ્વારા આ બાબતે તમામ આરટીઓ ઓફીસરને પરિપત્ર કરી આદેશ કરવામાં આવ્યો છે. તેમજ એક અઠવાડિયામાં રિપોર્ટ આપવા સૂચના કરવામાં આવી છે. આરટીઓ વિભાગ દ્વારા સ્કૂલ બસ, વાન, રીક્ષામાં સલામતીનું ચેકીંગ કરશે. તેમજ જે સ્કૂલ બસ કે વાનમાં જાેગવાઈઓનું ઉલ્લંઘન કરવામાં આવશે. તે વાહનને ડિટેઈન કરવામાં આવશે.
સ્કૂલવર્ધીનાં વાહન માટે સાવધાનીની જાેગવાઈઓઃ-
સ્કૂલ બસમાં ૨ અગ્નિશામક હોવા જરૂરી છે
સ્કૂલ બસમાં ઈમરજન્સી એક્ઝિટ ગેટ હોવો જાેઈએ
બસ પર સ્કૂલનો કે માલિકનો ફોન નંબર લખેલો હોવા જાેઈએ
સ્કૂલબસમાં સ્પીડગવર્નર ફરજીયાત જેની ગતિ માર્યાદા ૪૦ કિમી પ્રતી કલાકની
જીપીએસ સીસ્ટમ-સીસીટીવી દરેક બસમાં ફરજિયાત
બસમાં પ્રાથમિક સારવાર પેટી અને પીવાનુ પાણી હોવુ જાેઈએ
ડ્રાઈવરની શારીરિક તપાસ, આંખોની તપાસ થવી જાેઈએ
બેઝ હોય તેવા ડ્રાઈવવરે જ વાહન ચલાવવુ જાેઈએ
રિક્ષામાં ૬ બાળકો બેસાડી શકાશે
વેનમાં ૬ થી વધુ બાળકો બેસાડી શકાશે
વાહનની સ્પીડ ૨૦ કીમીથી વધુ ન હોવી જાેઈએ

Follow Me:

Related Posts