આરટીઓ દ્વારા ડિટેઇન કરેલા વાહનોના દંડ ભરવાની છેલ્લી તક
મુંબઈ મોટર વિહિકલ એક્ટ ૧૯૫૮ની કલમ ૧૨ બી હેઠળ આરટીઓ કચેરી દ્વારા ૧૪ વાહનો ડિટેઇન કરવામાં આવ્યા છે અને વાહન કર, દંડ પેનલ્ટી વગેરેની રકમ ભરપાઈ કરવા વારંવાર નોટિસ આપવા છતાં લ્હેણીની રકમ ભરવામાં આવી નથી. આરટીઓ કચેરી દ્વારા આજે તા. ૧૦ માર્ચથી લઈને ત્રણ દિવસમાં આ રકમ ભરવાની આખરી તક આપવામાં આવે છે. જે પછીથી આવા કોઈ અરજદારોનો હક્ક દાવો રહેશે નહિ. અને જો તેમ કરવામાં કસૂર થશે તો રાજ્યસાત્ત કરી વાહનની હરાજી – વેચાણ કરી બાકી રકમ વસુલવામાં આવશે જેની નોંધ લેવા આરટીઓ કચેરીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.
Recent Comments