fbpx
સૌરાષ્ટ - કચ્છ

આરોગ્ય કેન્દ્રમાં નર્સનો ગળેફાંસો ખાઈ લઈને આપઘાત

પ્રથમ ખબર આશાવર્કરને થતાં સરપંચ અને ઉપસરપંચ સહિતનાઓને જાણ કરતા ગ્રામજનોના ટોળેટોળા આરોગ્ય કેન્દ્ર ખાતે એકઠા થઈ ગયા હતા. બાદમાં જસદણ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતક યુવતીની લાશનો કબજાે મેળવી પી.એમ. અર્થે જસદણની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડયો હતો. જાે કે યુવતીએ ક્યા કારણોસર આપઘાત કર્યો છે, જાણવા નહીં મળતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. મૃતક યુવતીના પિતા ભરતભાઈ સોલંકી હાથસણી ગામે ખેતીકામ કરે છે અને પોતે અપરણિત હતી. તે બે ભાઈઓ અને બે બહેનોમાં સૌથી નાની હતી તેમજ યુવતીને જે પગાર મળતો હતો તેના પર પરિવારનું ગુજરાન ચાલતું હતું. પરંતુ યુવતીએ આ ઉતાવળું પગલું ભરી લેતા પરિવારજનોમાં કરૂણ કલ્પાંત મચી ગયો હતો.જસદણ તાલુકાનાં શિવરાજપુર આરોગ્ય કેન્દ્રમાં એકાદ વર્ષથી નર્સ તરીકે કરાર આધારીત ફરજ બજાવતી હાથસણી ગામની યુવતીએ પંખા સાથે દુપટ્ટો બાંધીને ગળેફાંસો ખાઈ લઈ આપઘાત કરી લેતાં ચકચાર મચી છે. જસદણ તાલુકાના શિવરાજપુર ગામે સત્યજીતનગરમાં આવેલા પેટા આરોગ્ય કેન્દ્ર-૨માં છેલ્લા એકાદ વર્ષથી કરાર આધારિત એફએસડબલ્યુ(નર્સ) તરીકેની ફરજ બજાવતી વિંછીયા તાલુકાના હાથસણી ગામની ગુંજન ઉર્ફે ગજુ ભરતભાઈ સોલંકી(ઉ.વ.૨૧) નામની યુવતીએ અગમ્ય કારણોસર મંગળવારે વહેલી સવારે આરોગ્ય કેન્દ્રના રૂમમાં રહેલા પંખા સાથે દુપટ્ટો બાંધી આપઘાત કરી લેતા અરેરાટી પ્રસરી ગઈ હતી.

Follow Me:

Related Posts