હિન્દુઓ માટે ભગવાન રામ તેમના જીવનમાં ઘણા મહત્વના ગણાય છે. આમ તો ભગવાન રામના ઘણા ફોટો માર્કેટમાં મળતા હોય છે, પરંતુ આજે અમે જે ફોટો તમને બતાવવા જઇ રહ્યાં છે, તેને જાેઇને દરેક વ્યક્તિ હેરાન છે. વર્ષ ૨૦૨૩થી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સે(છૈં) દુનિયામાં ક્રાંતિ લાવી છે. જેની મદદથી આર્ટીસ્ટ ઘણી હેરાન કરી દેનારી તસ્વીરો બનાવી ચૂક્યાં છે. છૈંની મદદથી કેટલાક લોકોને મુશ્કેલ પ્રશ્નોના જવાબ પણ મળી રહ્યા છે. છૈં દ્વારા દિલ્હી અને કોલકાતામાં હિમવર્ષા થઇ હોય તેવી તસવીરો પણ બનાવવામાં આવી હતી અને તે સોશ્યલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી. હવે છૈંની મદદથી રામાયણના કેરેક્ટર પણ સ્કેચ કરવામાં આવ્યા છે. જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યાં છે. ૨૧ વર્ષના ઉંમરના ભગવાન શ્રીરામની તસવીર અલગ-અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવી રહી છે. જેમાં એક ફોટોમાં ભગવાન રામ હસતા જાેવા મળી રહ્યાં છે. જાે કે, છૈંની આ તસવીરો શાસ્ત્રોમાં વર્ણવેલ ભગવાન રામની છબીથી અલગ છે, પરંતુ તેમ છતાં ભગવાન રામની આ તસ્વીર લોકોનું મન મોહી રહી છે.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સે ૨૧ વર્ષના ઉંમરના ભગવાન શ્રીરામની તસવીર બનાવી, જે થઇ રહી છે ખુબ વાઈરલ

Recent Comments