આર્ત્મનિભરતાનું બજેટઃ કરદાતા નિરાશ, ઇન્કમટેક્સ સ્લેબમાં કોઇ ફેરફાર નહીં

નાણાં મંત્રી ર્નિમલા સીતારમણે નાણાંકીય વર્ષ ૨૦૨૧-૨૨ના સામાન્ય બજેટમાં આવકવેરા અંગે કોઈ મોટી જાહેરાત કરી નથી. નાણાં મંત્રી ર્નિમલા સીતારમણ આવકવેરા મુક્તિ મર્યાદામા વધારો કરશે એવી આશા હતી પણ એવી કોઈ જાહેરાત કરાઈ નથી. આવકવેરાના સ્લેબ તથા બીજા તમામ નિયમો યથાવત રખાયા છે.
ર્નિમલા સીતારમણ દ્વારા ગયા વર્ષે બજેટમાં નવી ઈન્કમ ટેક્સ વ્યવસ્થા રજૂ કરવામાં આવી હતી. આ વ્યવસ્થામાં સાત ટેક્સ સ્લેબ બનાવવામાં આવ્યા હતા. આ સાત સ્લેબ ૦ ટકા, ૫ ટકા, ૧૦ ટકા, ૧૫ ટકા, ૨૦ ટકા, ૨૫ ટકા અને ૩૦ ટકાના હતા જ્યારે જુના ટેક્સ નિયમમાં ૦ ટકા, ૫ ટકા, ૨૦ ટકા અને ૩૦ ટકા એમ ચાર સ્લેબ છે. નવી ઈન્કમ ટેક્સ વ્યવસ્થામાં ૫ લાખથી ૧૫ લાખ રૂપિયાની વચ્ચેની આવક પર ટેક્સના દર ઓછા હતા પણ તેમાં તેમાં કોઈ છૂટ મળતી નહોતી.
નવી ટેક્સ વ્યવસ્થામાં સેક્શન ૮૦ઝ્ર અને સેક્શન ૮૦ઝ્રઝ્રછ(ડિપોઝીટ અન્ડર નેશનલ સેવિંગ સ્કીમ) અંતર્ગત ઈન્વેસ્ટમેન્ટ પર મળનારી છૂટને સામેલ કરવામાં આવી નથી. તેમાં અલગ-અલગ પ્રકારની ૭૦ છુટ અને ડિડક્શન(કાપ)ને ખત્મ કરવામાં આવ્યા છે. જૂની ટેક્સ સિસ્ટમમાં , મ્યુચ્યુઅલ ફન્ડ, સહિત અન્ય ટેક્સ સેવિંગ યોજનાઓ કે ડિપોઝિટ પર છૂટ આપવામાં આવે છે. નવી વ્યવસ્થામાં તેનો ફાયદો મળતો નથી.
Recent Comments