fbpx
રાષ્ટ્રીય

આર્થિક પેકેજ પર રાહુલ ગાંધીનો કટાક્ષઃ પેકેજ નહી આ વધુ એક છેતરપિંડી

કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી કેન્દ્ર સરકાર પર સતત હુમલો કરી રહ્યા છે. દરમ્યાન, નાણાં મંત્રી ર્નિમલા સીતારામણે ૧.૧ લાખ કરોડ રૂપિયાની લોન ગેરેંટી યોજના સહિત ઘણા પગલાની જાહેરાતને લઇને મંગળવારે કેન્દ્ર પર નિશાન સાધ્યુ છે. આર્થિક પેકેજને ‘વધુ એક છેતરપિંડીં’ ગણાવતા રાહુલે કહ્યું કે, આ ‘આર્થિક પેકેજ’ દ્વારા કોઈ પણ પરિવાર તેમના જીવનધોરણ, ખોરાક, દવા અને બાળકની શાળા ફીનો ખર્ચ કરી શકશે નહીં.

તેમણે ટ્‌વીટ કર્યું હતું કે, ‘નાણાંમંત્રીનાં ‘આર્થિક પેકેજ’દ્વારા કોઈ પણ પરિવાર તેમના જીવનકાળ, ખોરાક, દવા અને તેમના બાળકની શાળા ફીનો ખર્ચ કરી શકશે નહીં. પેકેજ નહીં, વધુ એક છેતરપિંડી! ”પૂર્વ નાણાંમંત્રી અને કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા પી.ચિદમ્બરમે કહ્યુ કે, કેટલી ભૂમિગત સચ્ચાઈઃ કોઇ બેંકર દેવાનાં બોજા હેઠળ દબાયેલા બિઝનેેસને લોન નહી આપે. દેવાનાં બોજા હેઠળ દબાયેલા અથવા રોકડની અછતનો સામનો કરી રહેલા બિઝનેસ હવે વધુ દેવુ નથી ઇચ્છી રહ્યા. તેમને દેવાની નહી પણ મૂડીની જરૂર છે.” તેમણે તે વાત પર જાેર આપ્યુ, તે સ્થિતિમાં માંગથી અર્થવ્યવસ્થામાં ગતિ નહી આવે જ્યા નોકરીઓ ખતમ થઇ ગઇ હોય અને આવક ઓછી થઇ ગઇ હોય. આ સંકટનું એક સમાધાન એ છે કે લોકોનાં હાથમાં નાણાં આપવામાં આવે, ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગની મદદ કરવામાં આવે.

Follow Me:

Related Posts