fbpx
રાષ્ટ્રીય

આર્મીમાં જાે આહીર રેજીમેન્ટ બનાવી બની જાય તો, દોડાવી દોડાવીને મારશે : BJP સાંસદ નિરહુઆ

ભારતીય જનતા પાર્ટીના સાંસદ દિનેશ લાલ યાદવ ઉર્ફ નિરહુઆએ ગુરુવારે લોકસભામાં ચીન સાથે ચાલી રહેલા તણાવ પર ટિપ્પણી કરતા કહ્યું કે, જાે ભારતીય સેનામાં આહીર રેજીમેન્ટ બનાવામાં આવે, તો ચીનના ભુક્કા બોલાવી દેશે. ઉત્તર પ્રદેશના આઝમગઢથી લોકસભા સીટના સાંસદ દિનેશ લાલ યાદવે શૂન્યકાળમાં આ વિષયને ઉઠાવતા કહ્યું કે, ભારતીય સેનામાં આહીર રેજીમેન્ટની માગ લાંબા સમયથી ચાલી રહી છે. હું સરકાર પાસે માગ કરી રહ્યો છું કે, સેનામાં ફટાફટ આહીર રેજીમેન્ટ બનાવામાં આવે. આ ઉપરાંત તેમણે કહ્યું કે, જે દિવસે આહીર રેજીમેન્ટ બની જશે, ચીન થરથર કાંપવા લાગશે. દિનેશ લાલ યાદવે કહ્યું કે, તેનું કારણ એવું છે કે, વર્ષ ૧૯૬૨માં યુદ્ધમાં રેઝાંગલા ચૌકી પર ૧૨૪ આહીર જવાનો તૈનાત હતા, જેમણે ૧૦૦ અને ૨૦૦ નહીં પણ ૩ હજાર ચીની સૈનિકોને માર્યા હતા અને ચીને એવું પણ કહ્યું હતું કે, આ અતિ વીર છે, તેમને હરાવવા મુશ્કેલ છે.

આ ઉપરાંત સાંસદ દિનેશ લાલ યાદવે કહ્યું કે, આહીર રેજીમેન્ટ બનાવાની માગ લાંબા સમયથી ચાલી રહી છે. આહીર રેજીમેન્ટની માગ યોગ્ય પણ છે. કારણ કે, કોઈ પણ ક્ષેત્ર, જાતિ, ધર્મનું સેનામાં યોગદાનને લઈને રેજીમેન્ટ બનાવામાં આવે છે. જાે આહીર રેજીમેન્ટ બની જશે, તો અમારા લોકો ચીનને દોડાવી દોડાવીને મારશે. દિનેશ લાલ યાદવે કહ્યું કે, આ રેજીમેન્ટ એટલા માટે જરુરી છે કે, જેમ કે રાજપૂત રેજીમેન્ટ છે, શિખ રેજીમેન્ટ છે, ભારતમાં ૨૬ કરોડ વસ્તી આહીર સમાજની છે, સેનામાં પણ અમારા સમાજના લોકોનું મોટુ યોગદાન રહ્યું છે, તે ૧૨ ટકા છે. જ્યારે આ સમાજના લોકોએ દેશ માટે સર્વોચ્ચ બલિદાન કર્યું, ક્યારેય પાછી પાની કરી નથી. પછી તે આઝાદીની લડાઈ હોય કે પછી ૧૯૭૧ની લડાઈ હોય, કારગિલ જંગ હોય, તો પછી તેમની એક અલગ રેજીમેન્ટ શા માટે ન બને.

Follow Me:

Related Posts