fbpx
રાષ્ટ્રીય

આર્મી જવાનની ઢોર માર મારી હત્યા, ૬ની ધરપકડ

તમિલનાડુના ક્રિષ્નાગિરીમાં દ્રવિડ મુનેત્ર કઝગ ના કાર્યકર્તા અને તેના સહયોગીઓ દ્વારા ર્નિદયતાથી માર મારવામાં આવેલા આર્મી જવાનનું મૃત્યુ થયું છે અને આ કેસમાં છ લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું હતું કે, ૨૯ વર્ષીય લાન્સ નાઈક એમ. પ્રભુ પર ચિન્નાસ્વામી નામના પક્ષના કાર્યકર્તા અને અન્ય લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને ભયાનક રીતે માર મારવામાં આવ્યો હતો. આ ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયેલા જવાનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેનું આજે મોત નીપજ્યું હતું.

૮ ફેબ્રુઆરીના રોજ, પ્રભુ અને તેમના ભાઈ પ્રભાકરનની ડીએમકેના કાર્યકર્તા ચિન્નાસ્વામી સાથે પોચમપલ્લીમાં વેલમપટ્ટી ખાતે ટાઉન પંચાયતની પાણીની ટાંકી પાસે કપડાં ધોવા બાબતે ઝઘડો થયો હતો. તે જ દિવસે સાંજે, ચિન્નાસ્વામી અને તેમના સહયોગીઓએ કથિત રીતે પ્રભુ અને પ્રભાકરન પર હુમલો કર્યો હતો. પ્રભુને હોસુરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. નગરસંપત્તિ પોલીસે અગાઉ ભારતીય દંડ સંહિતાની કલમ ૩૦૭ (હત્યાનો પ્રયાસ) હેઠળ કેસ નોંધ્યો હતો.

હવે કલમ ૩૦૨ (હત્યા) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. લેફ્ટનન્ટ કર્નલ એન. થિયાગરાજને ટ્‌વીટ કર્યું કે, “પોચમપલ્લી વિસ્તારમાં ડ્ઢસ્દ્ભ કાઉન્સિલર ચિન્નાસ્વામી દ્વારા આર્મી જવાન પ્રભુને ર્નિદયતાથી માર મારવામાં આવ્યો, ત્યારબાદ તેમનું મૃત્યુ થયું હતું. તમિલનાડુના મુખ્યમંત્રીએ યોગ્ય પગલાં લેવા જાેઈએ. અખિલ ભારતીય ભૂતપૂર્વ સૈનિક પરિષદના વરિષ્ઠ ઉપાધ્યક્ષ તરીકે, હું આ કૃત્યની સખત નિંદા કરું છું.

Follow Me:

Related Posts