fbpx
અમરેલી

આર્મી ભરતીની લેખિત પરીક્ષા ૨૫ જુલાઈ ૨૦૨૧ ના રોજ જામનગર ખાતે યોજાશે


જિલ્લા રોજગાર વિનિમય કચેરી અમરેલી દ્વારા સૌરાષ્ટ્ર કચ્છ-ભુજ તેમજ દીવ ના ઉમેદવારોને ખાસ જણાવવામાં આવે છે કે, આર્મી ભરતી રેલી કે જે દેવભૂમિ દ્વારકા ખાતે ૦૧ ફેબ્રુઆરી થી ૧૫ ફેબ્રુઆરી સુધી યોજાયેલ હતી. તેમાં મેડીકલમાં પાસ થયેલ ઉમેદવારો માટે આર્મી રીક્રુટમેન્ટ ઓફીસ જામનગર દ્વારા ૨૫ જુલાઈ ૨૦૨૧ ના રોજ શ્રી સત્યસાઈ વિદ્યાલય જામનગર ખાતે લેખિત પરીક્ષા નું આયોજન કરવામાં આવેલ છે.

મેડીકલ પાસ કર્યા બાદ આપવામાં આવેલા એડમીટ કાર્ડ માન્ય ગણવામાં આવશે નહી. નવા એડમીટ કાર્ડ જે તે જીલ્લાઓના ઉમેદવારોએ રૂબરૂ આર્મી રિક્રુટમેન્ટ ઓફીસ જામનગર ખાતે એક પાસપોર્ટ ફોટોગ્રાફ્સ તેમજ જુનું એડમીટ કાર્ડ સાથે લઈને આવીને નવું એડમીટ કાર્ડ મેળવવાનું રહેશે. મેડીકલમાં પાસ થયેલા ઉમેદવારોએ નવું એડમીટ કાર્ડ મેળવવા માટે ૧૧ જુલાઈ ૨૦૨૧ ના રોજ રાજકોટ, અમરેલી, મોરબી અને પોરબંદર તથા તા.૧૨ જુલાઈ ૨૦૨૧ ના જામનગર, સુરેન્દ્રનગર, અને દીવ તથા ૧૩ જુલાઈ ૨૦૨૧ ના રોજ કચ્છ બોટાદ તેમજ દેવભૂમિ દ્વારકા અને ૧૪ જુલાઈ ૨૦૨૧ ના રોજ ગીર સોમનાથ અને જુનાગઢ તેમજ તા.૧૫ જુલાઈ થી ૧૭ જુલાઈ ૨૦૨૧ દરમ્યાન ભાવનગર જીલ્લાના ઉમેદવારોએ રૂબરૂ આધાર પુરાવા સાથે આર્મી રિક્રુટમેન્ટ ઓફીસ જામનગર ખાતે આવીને નવું એડમીટ કાર્ડ મેળવવાનું રહેશે. તોજ લેખિત પરીક્ષામાં બેસવા દેવામાં આવશે. આ અંગે વધુમાં વધુ ઉમેદવારોને જાણ થાય તે હેતુથી જિલ્લા રોજગાર વિનિમય કચેરી અમરેલી દ્વારા જણાવવામાં આવે છે.

Follow Me:

Related Posts