અમરેલી

આર્મ્સ એકટનાં ગુનાના સજા વોરંટનાં કામે નાસતા ફરતા આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી

ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં નામદાર કોર્ટ તરફથી બજવણી અર્થે મોકલવામાં આવતા વોરંટનાં આરોપીને પકડી પાડવા જરૂરી સુચના આપવામાં આવેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ નામ, કોર્ટ તરફથી મોકલવામાં આવતા વોરંટના આરોપી અંગે માહિતી મેળવી તેમને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસ તંત્રને જરૂરી માર્ગદર્શન આપેલ હોય,

જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી એ. એમ. પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે નામ, જયુડી. મેજી. ફ. ક. કોર્ટ, જેસર નાઓનાં ક્રિમીનલ કેસમાં કસુરવાર ઠરાવી સજાનું વોરંટ ઇસ્યુ કરેલ હોય, મજકુર આરોપી સજા વોરંટની ધરપકડ ટાળવા નાસતા ફરતો હોય, મજકુર આરોપીને બાતમી હકિકત તેમજ ટેકનીકલ સોર્સ આધારે પકડી પાડવામાં સફળતાં મેળવેલ છે.

→ પકડાયેલ આરોપીની વિગતઃ-

સલીમ ઉર્ફે ડફેર હુસેનભાઇ લાડક, ઉ.વ.૨૭, રહે.ઉગલવાણ, તા.જેસર, જિ.ભાવનગર, મુળ રહે.દિલાવરનગર, વંથલી, જિ.જુનાગઢ, હાલ રહે.પીઠવડી, તા.સાવરકુંડલા, જિ.અમરેલી.

પકડાયેલ આરોપીને નામ.કોર્ટ દ્વારા થયેલ સજાની વિગતઃ-

જયુડી. મેજી. ફ. ક. કોર્ટ, જેસર નાઓનાં ક્રિમીનલ કેસ નંબર ૦૫/૨૦૨૦ નાં કામે આરોપી સલીમ ઉર્ફે ડફેર હુસેનભાઇ લાડક રહે.ઉગલવાણ, તા.જેસર, જિ.ભાવનગરને મોટા ખુંટવડા પો.સ્ટે. સે.ગુ.ર.નં.૩૦/૨૦૧૯, આર્મ્સ એકટ કલમ ૨૫(૧)(૧-બી)એ મુજબનાં ગુના અંગે કસુરવાર ઠરાવી ગઇ તા.૨૫/૦૯/૨૦૨૩ નાં રોજ ત્રણ વર્ષની સખત કેદ તથા રૂ.૧૫૦૦૦/- નાં દંડની સજાનો હુકમ થયેલ છે. આરોપીને નામ. કોર્ટ, જેસર દ્વારા જારી કરવામાં આવેલ સજા વોરંટની ગઇ કાલ તા.૧૧/૧૦/૨૦૨૩ નાં રોજ બજવણી કરી, સજા માટે જિલ્લા જેલ, ભાવનગર ખાતે સોંપી આપવા તજવીજ કરવામાં આવેલ છે.

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઇ.શ્રી એમ.બી.ગોહિલ તથા એલ.સી.બી. ટીમના એ.એસ.આઇ. જિગ્નેશભાઇ અમરેલીયા, યુવરાજસિંહ રાઠોડ, ઘનશ્યામભાઇ મકવાણા દ્વારા કરવામાં આવેલ છે.

Related Posts